લખાણ પર જાઓ

અષાઢ

વિકિપીડિયામાંથી
The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.
અષાઢ
રથયાત્રા
અમદાવાદની રથયાત્રા
કેલેન્ડરહિંદુ પંચાંગ
મહિના ક્રમાંક
ઋતુચોમાસું
સંબંધિત ગ્રેગોરિયન મહિનોજુન-જુલાઇ
મહત્વના દિવસો

અષાઢ મહિનો હિંદુ વૈદિક પંચાગ-વિક્રમ સંવતનો નવમો મહિનો છે. આ મહિના પહેલાં જેઠ મહિનો હોય છે, જ્યારે શ્રાવણ મહિનો આ મહિના પછી આવતો મહિનો છે. આ હિંદુ વૈદિક પંચાગ-શક સંવતનો ચોથો મહિનો છે. આ મહિના પહેલાં જેઠ મહિનો હોય છે, જ્યારે શ્રાવણ મહિનો આ મહિના પછી આવતો મહિનો છે.

અષાઢ મહિનામાં રથયાત્રા, ગૌરીવ્રત, અલૂણા (મોળાકત) તેમ જ દિવાસો જેવા તહેવારો આવે છે.

અષાઢ મહિનામાં આવતા તહેવારો

  • વિક્રમ સંવત અષાઢ સુદ એકમ: આસામના કામરૂપ ખાતેના પ્રસિધ્ધ કામાખ્યા દેવીના મંદીરે અંબુબાસી તહેવાર મનાવવામાં આવે છે. કહેવાય છે કે, આ દિવસે દેવી રજ:સ્વલા થાય છે. અષાઢ સુદ એકમે પૃથ્વી પણ રજ:સ્વલા થાય છે એવું મનાય છે. કાલિદાસની જાણીતી કૃતિ મેઘદુતનો પ્રારંભ પણ અષાઢસ્ય પ્રથમ દિવસેથી થાય છે જેમાં કાલીદાસના યક્ષે પોતાની પ્રિયાને સંદેશ મોકલાવવા માટે મેઘ ને દુત બનાવી ને વિનંતી કરી હતી.
  • વિક્રમ સંવત અષાઢ સુદ એકમ: કચ્છ નવવર્ષ પ્રારંભ
  • વિક્રમ સંવત અષાઢ સુદ બીજ: રથયાત્રા ઓડિસા રાજ્યના પુરીના જગન્નાથ મંદિર અને અમદાવાદના જગન્નાથ મંદિરથી ભવ્ય રથયાત્રાનું આયોજન કરવામાં આવે છે.
  • વિક્રમ સંવત અષાઢ સુદ અગિયારસ: દેવશયની એકાદશી ભગવાન વિષ્ણુ ચાર માસ માટે શયન (નિંદ્રા)માં જાય છે.
  • વિક્રમ સંવત અષાઢ સુદ અગિયારસ: ગૌરીવ્રત પ્રારંભ
  • વિક્રમ સંવત અષાઢ સુદ તેરસ: જયપાર્વતી વ્રતારંભ
  • વિક્રમ સંવત અષાઢ પૂનમ: ગુરૂ પૂર્ણિમા
  • વિક્રમ સંવત અષાઢ પૂનમ: ગૌરીવ્રત સમાપ્ત
  • વિક્રમ સંવત અષાઢ વદ પડવો: જયાપાર્વતી જાગરણ
  • વિક્રમ સંવત અષાઢ વદ અમાસ: દિવાસો