લખાણ પર જાઓ

સચીન (તા. ચોર્યાસી)

વિકિપીડિયામાંથી
KartikMistry (ચર્ચા | યોગદાન) (−શ્રેણી:ગુજરાતનાં રેલ્વે સ્ટેશનો; −શ્રેણી:સુરત જિલ્લાનાં રેલ્વે સ્ટેશનો using HotCat) દ્વારા ૧૨:૩૦, ૩ સપ્ટેમ્બર ૨૦૨૨ સુધીમાં કરવામાં આવેલાં ફેરફારો
(ભેદ) ← જુની આવૃત્તિ | વર્તમાન આવૃત્તિ (ભેદ) | આ પછીની આવૃત્તિ → (ભેદ)
સચીન
—  નગર  —
સચીનનું
ગુજરાત અને ભારતમાં સ્થાન
અક્ષાંશ-રેખાંશ 21°11′42″N 72°49′10″E / 21.195°N 72.819444°E / 21.195; 72.819444
દેશ ભારત
રાજ્ય ગુજરાત
જિલ્લો સુરત
તાલુકો ચોર્યાસી
અધિકૃત ભાષા(ઓ) ગુજરાતી,હિંદી[૧]
સમય ક્ષેત્ર ભારતીય માનક સમય (+૦૫:૩૦)
વિસ્તાર

• ઉંચાઇ


• 22 metres (72 ft)

સગવડો પ્રાથમિક શાળા, પંચાયતઘર, આંગણવાડી, દૂધની ડેરી
મુખ્ય વ્યવસાય ખેતી, ખેતમજૂરી, પશુપાલન
મુખ્ય ખેત-ઉત્પાદનો ડાંગર તેમજ શાકભાજી

સચીન ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના સુરત જિલ્લાના ચોર્યાસી તાલુકામાં આવેલું નગર છે. તે સુરત મેટ્રોપોલિટન વિસ્તાર હેઠળ આવે છે અને તે ઔદ્યોગિક વિસ્તારો જેવા કે GIDC, સુરત સ્પેશિયલ ઇકોનોમિક ઝોન (SurSEZ), ડાયમંડ SEZ અને ઘણાં ખાનગી SEZ ધરાવે છે.

સચીન 21°05′N 72°53′E / 21.08°N 72.88°E / 21.08; 72.88 પર સ્થિત છે.[] તેની સરેરાશ ઉંચાઇ ૨૨ મીટર છે. સચીન સુરતથી ૧૩ કિમીના અંતરે ઉધનાથી દક્ષિણે સુરત-નવસારી-મુંબઈ હાઇવે પર આવેલું છે. સચીન અમદાવાદ-મુંબઇ રેલ્વે માર્ગ પરનું રેલ્વે સ્ટેશન છે.

ઇતિહાસ

[ફેરફાર કરો]

સચીન બ્રિટિશ રાજ દરમિયાન રજવાડું હતું. તેના શાસકો આફ્રિકાના સીદી મૂળના હતા. સચીન રજવાડાને ૯ તોપોની સલામી મળતી હતી.[] આઝાદી પછી સચીન રજવાડું સુરત જિલ્લામાં ભળી ગયું હતું.

સંદર્ભ

[ફેરફાર કરો]
  1. Falling Rain Genomics, Inc - Sachin
  2. "Sachin Princely State (9 gun salute)". મૂળ માંથી 2017-04-23 પર સંગ્રહિત. મેળવેલ 2017-10-07.