એપ્રિલ ૨૩
Appearance
૨૩ એપ્રિલનો દિવસ ગ્રેગોરીયન પંચાંગ મુજબ વર્ષનો ૧૧૩મો (લિપ વર્ષ દરમ્યાન ૧૧૪મો) દિવસ છે. આ દિવસ પછી વર્ષ પુરું થવામાં ૨૫૨ દિવસ બાકી રહે છે.
મહત્વની ઘટનાઓ
[ફેરફાર કરો]- ૧૫૯૭ – વિલિયમ શેક્સપિયરનું નાટક The Merry Wives of Windsor (વિન્ડસરની ખુશમિજાજ પત્નિઓ) પ્રથમ વખત ઇંગ્લેન્ડની રાણી એલિઝાબેથ (પહેલી)ની હાજરીમાં ભજવવામાં આવ્યું.
- ૧૬૩૫ – અમેરિકાની પ્રથમ સરકારી શાળાની સ્થાપના.
- ૧૬૬૦ – સ્વીડન અને પોલેન્ડ વચ્ચે ઓલિવા સંધિ.
- ૧૯૧૪ – શિકાગોમાં રીગલી ફિલ્ડ (તત્કાલીન વીઘમાન પાર્ક) ખાતે બેઝબોલની પ્રથમ રમત રમાઈ.
- ૧૯૨૯ – ચંદુલાલ શાહ અને ગોહર દ્વારા મુંબઇમાં રણજીત ફિલ્મ કંપનીની સ્થાપના.
- ૧૯૩૦ – પેશાવરમાં (હાલ પાકિસ્તાનમાં) રમખાણો ફાટી નિકળ્યા, જેમાં એક બ્રિટિશર સહિત ૨૦ વ્યક્તિઓનાં મોત.
- ૧૯૩૫ – પોલેન્ડમાં બંધારણને માન્ય કરવામાં આવ્યું.
- ૧૯૪૯ – ચાઇનીઝ ગૃહયુદ્ધ: પીપલ્સ લિબરેશન આર્મી નેવીની સ્થાપના.
- ૧૯૭૧ – બાંગ્લાદેશ મુક્તિ યુદ્ધ: પાકિસ્તાન આર્મી અને રઝાકર (પાકિસ્તાન આર્મી દ્વારા આયોજિત પૂર્વ પાકિસ્તાની અર્ધલશ્કરી દળ) દ્વારા પૂર્વ પાકિસ્તાન (હવે બાંગ્લાદેશ)ના જાથિભંગા વિસ્તારમાં આશરે ૩,૦૦૦ હિન્દુ શરણાર્થીઓનો હત્યાકાંડ.
- ૧૯૮૫ – કોકા-કોલાએ તેની ફોર્મ્યુલા બદલીને નવી કોક બજારમાં મૂકી. મોટાપાયે નકારાત્મક પ્રતિસાદને પરિણામે ત્રણ મહિનાથી પણ ઓછા સમયમાં મૂળ ફોર્મ્યુલા બજારમાં પાછી મૂકાઈ.
- ૧૯૮૭ – સર્વોચ્ચ અદાલતનાં ચુકાદામાં હિંદુ વિધવાને સંપત્તિનો પુરેપુરો હક્ક આપવામાં આવ્યો. (હિંદુ વારસા ધારો ૧૯૫૭)
- ૧૯૯૦ – નામીબીઆ, યુનાઈટેડ નેશન્સનું ૧૬૦મું અને કોમનવેલ્થ દેશોનું ૫૦મું સભ્ય રાષ્ટ્ર બન્યું.
- ૧૯૯૩ – શ્રીલંકન રાજકારણી લલિત અથુલાથમુદાલીની પશ્ચિમી પ્રાંત માટેની પ્રાંતીય પરિષદની ચૂંટણીના લગભગ ચાર અઠવાડિયા પહેલા એક સભાને સંબોધતા હત્યા કરવામાં આવી.
- ૧૯૯૯ – નાટો એ યુગોસ્લાવિયાના ફેડરલ રિપબ્લિક સામેના હવાઈ અભિયાનના ભાગરૂપે સર્બિયાના રેડિયો ટેલિવિઝનના મુખ્યમથક પર બોમ્બ મારો કર્યો.
- ૨૦૦૫ – "મી એટ ધ ઝૂ" નામનો પહેલો યુટ્યુબ વીડિયો સહ-સ્થાપક જાવેદ કરીમે પ્રકાશિત કર્યો.
જન્મ
[ફેરફાર કરો]- ૧૫૦૪ – જુલિયસ સિઝર, ઇટાલીયન તત્વચિંતક (અ. ૧૫૫૮)
- ૧૫૦૪ – ગુરુ અંગદ, શિખ ધર્મ ગુરુ
- ૧૫૬૪ – વિલિયમ શેક્સપીયર, પ્રખ્યાત અંગ્રેજ લેખક અને અભિનેતા (અ. ૧૬૧૬)
- ૧૯૭૯ – યાના ગુપ્તા, ભારતીય અભિનેત્રી
- ૧૯૯૦ – દેવ પટેલ, બ્રિટિશ-ભારતીય અભિનેતા (સ્લમ ડોગ મિલિયોનેર)
અવસાન
[ફેરફાર કરો]- ૧૯૨૬ – માધવરાવ સાપરે, મહાન રાજકારણી
- ૧૯૬૮ – બડે ગુલામ અલી ખાં, પ્રખ્યાત ગઝલ ગાયક.
- ૧૯૯૨ – ભારત રત્ન સત્યજીત રે, આંતરરાષ્ટ્રીય ખ્યાતિ પ્રાપ્ત ભારતીય ફિલ્મ નિર્માતા-દિગ્દર્શક.
તહેવારો અને ઉજવણીઓ
[ફેરફાર કરો]- યુ.કે.માં સેન્ટ જ્યોર્જીસ ડે
- વિશ્વ પુસ્તક દિન