લખાણ પર જાઓ

અંગોલાનો રાષ્ટ્રધ્વજ

વિકિપીડિયામાંથી
અંગોલા
પ્રમાણમાપ૨:૩
અપનાવ્યોનવેમ્બર ૧૧, ૧૯૭૫
રચનાએક સરખા બે આડા પટ્ટા, ઉપર લાલ અને નીચે કાળો. વચ્ચે સોનેરી તારાસહિત દાંતાવાળું ચક્ર અને ધારિયું(પહોળો છરો).

અંગોલાનો રાષ્ટ્રધ્વજ એક સરખા બે આડા પટ્ટા, ઉપર લાલ અને નીચે કાળો. વચ્ચે સોનેરી તારાસહિત દાંતાવાળું ચક્ર અને ધારિયું(પહોળો છરો) ધરાવે છે.

ધ્વજ ભાવના

[ફેરફાર કરો]

લાલ રંગ સ્વતંત્રતા સંઘર્ષ દરમિયાનના એન્ગોલન્સ લોકોના રક્ત છાંટણાઓનો અને કાળો રંગ તે આફ્રિકાનો ભાગ છે તે દર્શાવવા માટે છે. વચ્ચેનું ચક્ર કામદારો અને ઉદ્યોગનું તથા ધારિંયુ ખેડૂતવર્ગનું પ્રતિનિધિત્વ કરે છે. સોનેરી તારો ઉજ્જવળ ભવિષ્યનું પ્રતિક છે.