લખાણ પર જાઓ

કપિલ દેવ

વિકિપીડિયામાંથી
કપિલ દેવ
કપિલ દેવ (૨૦૧૩)
અંગત માહિતી
પુરું નામકપિલદેવ રામલાલ નિખંજ
જન્મ (1959-01-06) 6 January 1959 (ઉંમર 65)
ચંદીગઢ, પૂર્વ પંજાબ, ભારત
હુલામણું નામધ હરિયાણા હુરિકેન, કપિલ પાજી, કપ્સ[][][]
ઉંચાઇ6 ft 0 in (183 cm)
બેટિંગ શૈલીજમણેરી
બોલીંગ શૈલીજમણેરી મધ્યમ ગતિના ગોલંદાજ
ભાગઓલરાઉન્ડર
આંતરરાષ્ટ્રીય માહિતી
રાષ્ટ્રીય ટીમ
ટેસ્ટ પ્રવેશ (cap ૧૪૧)૧૬ ઓક્ટોબર ૧૯૭૮ v પાકિસ્તાન
છેલ્લી ટેસ્ટ૧૯ માર્ચ ૧૯૯૪ v ન્યૂઝીલેન્ડ
ODI debut (cap ૨૫)૧ ઓક્ટોબર ૧૯૭૮ v પાકિસ્તાન
છેલ્લી એકદિવસીય૧૭ ઓક્ટોબર ૧૯૯૪ v વેસ્ટ ઇન્ડિઝ
સ્થાનિક ટીમ માહિતી
વર્ષટીમ
૧૯૭૫–૧૯૯૨હરિયાણા ક્રિકેટ ટીમ
૧૯૮૧–૧૯૮૩નૉર્ધેમ્ટનશાયર કાઉન્ટી ક્રિકેટ ક્લબ
૧૯૮૪–૧૯૮૫વૉસ્ટરશાયર કાઉન્ટી ક્રિકેટ ક્લબ
કારકિર્દી આંકડાઓ
સ્પર્ધા ટેસ્ટ એકદિવસીય પ્રથમ શ્રેણી લિસ્ટ એ
મેચ ૧૩૧ ૨૨૫ ૨૭૫ ૩૦૯
નોંધાવેલા રન ૫,૨૪૮ ૩,૭૮૩ ૧૧,૩૫૬ ૫,૪૬૧
બેટિંગ સરેરાશ ૩૦.૦૫ ૨૩.૭૯ ૩૨.૯૧ ૨૪.૫૯
૧૦૦/૫૦ ૮/૨૭ ૧/૧૪ ૧૮/૫૬ ૨/૨૩
ઉચ્ચ સ્કોર ૧૬૩ ૧૭૫* ૧૯૩ ૧૭૫*
નાંખેલા બોલ ૨૭,૭૪૦ ૧૧,૨૦૨ ૪૮,૮૫૩ ૧૪,૯૪૭
વિકેટો ૪૩૪ ૨૫૩ ૮૩૫ ૩૩૫
બોલીંગ સરેરાશ ૨૯.૬૪ ૨૭.૪૫ ૨૭.૦૯ ૨૭.૩૪
ઇનિંગમાં ૫ વિકેટો ૨૩ ૩૯
મેચમાં ૧૦ વિકેટો
શ્રેષ્ઠ બોલીંગ ૯/૮૩ ૫/૪૩ ૯/૮૩ ૫/૪૩
કેચ/સ્ટમ્પિંગ ૬૪/– ૭૧/– ૧૯૨/– ૯૯/–
Source: CricInfo, ૨૪ જાન્યુઆરી ૨૦૦૮

કપિલ દેવ ભારત દેશનો આંતરરાષ્ટ્રીય ક્રિકેટ રમતા ખેલાડી છે, કે જે હાલ રમતમાંથી નિવૃત્તિ લઇ ચુક્યા છે. આ ખેલાડી એકદિવસીય ક્રિકેટ સ્પર્ધા તેમ જ પાંચ દિવસની ટેસ્ટ ક્રિકેટ સ્પર્ધામાં બોલિંગ અને બેટિંગ એમ બંને ક્ષેત્રે ઘણીવાર પોતાની કાબેલિયત પુરવાર કરી ચુક્યા છે. કપિલ દેવના સુકાનીપણા હેઠળ ભારતીય ક્રિકેટ ટીમ ૧૯૮૩ના વર્ષમાં ઇંગ્લેન્ડ ખાતે રમાયેલ એક દિવસીય ક્રિકેટ સ્પર્ધાનો વર્લ્ડ કપ જીતી લઇ વિશ્વવિજેતા બનેલ હતી.

કપિલ દેવ રામલાલ નિખંજ[] (હિન્દી ભાષા:कपिल देव) (audio speaker iconpronunciation ) (જન્મ જાન્યુઆરી ૬ ૧૯૫૯, ચંડીગઢ), જે વધુ જાણીતા નામ કપિલ દેવ તરીકે ઓળખાય છે, તે ભારતીય ક્રિકેટ ટીમનાં ભુતપૂર્વ ખેલાડી છે અને મહાન 'ઓલરાઉન્ડરો' પૈકીના એક છે. જ્યારે ઇ. સ. ૧૯૮૩ માં ભારતીય ટીમ 'ક્રિકેટ વિશ્વ કપ' વિજેતા બની ત્યારે તેઓ ભારતીય ટીમનાં સુકાની હતા. આ વિશ્વકપ શૃંખલાની ઝીમ્બામ્વે સામેની એકદિવસીય રમત દરમ્યાન ભારતની ઓછા રનમાં પાંચ વિકેટો પડી ગઇ હતી. આ વેળાએ કપિલદેવે આક્રમક રીતે રમી ૧૭૫ રનો કરી અણનમ રહી, ભારતની ટીમને હારમાંથી ઉગારી લીધી હતી. આ ૧૭૫ રનનો જુમલો એ સમયનો વ્યક્તિગત સર્વશ્રેષ્ઠ જુમલો હતો. આ વિક્રમ ઘણાં વર્ષો સુધી અકબંધ રહ્યો હતો. ઇ. સ. ૨૦૦૨ માં વિઝ્ડને તેઓને "સદીનાં ભારતીય ક્રિકેટર" (Indian Cricketer of the Century) તરીકે ઓળખાવ્યા.[]. ઓક્ટોબર ૧૯૯૯ થી ઓગસ્ટ ૨૦૦૦ સુધી, ૧૦ માસ તેઓ ભારતીય ક્રિકેટ ટીમનાં પ્રશિક્ષક તરીકે રહ્યા.

કપિલ દેવે તેમની કારકિર્દીમાં ટેસ્ટ ક્ષેત્રે ૪૩૪ વિકેટો અને એકદિવસીય મુકાબલાઓમાં ૨૫૩ વિકેટ ખેરવી, એ સમયના સૌથી વધુ વિકેટ લેનાર બોલર બન્યા હતા.

આંતરરાષ્ટ્રીય દેખાવ

[ફેરફાર કરો]

ટેસ્ટક્ષેત્રે દેખાવ

[ફેરફાર કરો]

ટેસ્ટ ૧૩૧, દાવ ૧૮૪, નૉટ-આઉટ ૧૫, ઉચ્ચતમ સ્કોર ૧૬૩, રન ૫૨૪૮, બેટિંગ સરેરાશ ૩૧.૦૫ , શતક ૮ , અર્ધશતક ૨૭ , કેચ 64 , દડા ૨૭૭૪૦, રન ૧૨૮૬૭, વિકેટ ૪૩૪, બોલીંગ સરેરાશ ૨૯.૬૪ , સર્વશ્રેષ્ઠ ગેંદબાજી ૯/૮૩ , ૫ વિકેટ એક દાવમાં ૨૩ વાર.

એકદિવસીય રિકૉર્ડ

[ફેરફાર કરો]

એકદિવસીય મેચ ૨૨૫, દાવ ૧૯૮, નૉટઆઉટ ૩૯, ઉચ્‍ચતમ સ્‍કોર ૧૭૫*, રન ૩૭૮૩, બેટિંગ સરેરાશ ૨૩.૭૯, શતક ૧, અર્ધશતક ૧૪, કેચ ૭૧, ગેંદે ૧૧૨૦૨, વિકેટ ૨૫૩, બોલીંગ સરેરાશ ૨૭.૪૫, સર્વશ્રેષ્‍ઠ ગેંદબાજી ૫/૪૩, ૫ વિકેટ એક દાવમાં ૧ વાર.

આ પણ જુઓ

[ફેરફાર કરો]

સંદર્ભ

[ફેરફાર કરો]
  1. "Kapil Dev Health Update : Haryana Hurricane flashes double thumbs up to say 'I am doing well'". Inside Sports. 24 October 2020. મેળવેલ 2 March 2021.
  2. "Get well soon paaji': Cricket fraternity wishes Kapil Dev speedy recovery". Times of India. 23 October 2020. મેળવેલ 2 March 2021.
  3. "1983 World Cup: What Syed Kirmani told Kapil Dev when India were down and out versus Zimbabwe". The Indian Express (અંગ્રેજીમાં). 2021-12-27. મેળવેલ 2021-12-31.
  4. "કપિલ દેવ - ખેલાડી વેબપાનું". Cricinfo. Cite has empty unknown parameter: |1= (મદદ)
  5. "મારો ઉત્તમ સમય: કપિલ દેવ". ધ સ્પોર્ટસ્ટાર ભાગ.૨૫ નં.૩૧. ૮-૩-૨૦૦૨. મૂળ માંથી 2007-08-10 પર સંગ્રહિત. મેળવેલ 2009-06-18. Cite has empty unknown parameter: |5= (મદદ); Check date values in: |date= (મદદ)

બાહ્ય કડીઓ

[ફેરફાર કરો]