કુવૈતનો રાષ્ટ્રધ્વજ
Appearance
નામ | અલમ બલાદી અથવા ડેરતી |
---|---|
પ્રમાણમાપ | ૧:૨ |
અપનાવ્યો | ૧૯૬૧ |
રચના | લીલા, સફેદ અને લાલ રંગના આડા પટ્ટા અને ધ્વજદંડ તરફ કાળા રંગનો લંબકોણ |
કુવૈતનો રાષ્ટ્રધ્વજ ૭ સપ્ટેમ્બર ૧૯૬૧ના રોજ અપનાવાયો અને પ્રથમ વખત ૨૪ નવેમ્બર ૧૯૬૧ના રોજ લહેરાવાયો.
૧૯૬૧ સુધી કુવૈતનો ધ્વજ લાલ અથવા સફેદ હતો. ૧૮૯૯ સુધી ધ્વજ માત્ર લાલ રંગનો જ રહેતો. પરંતુ ૧૮૯૯ થી ૧૯૧૫ સુધી લાલ ધ્વજ પર સફેદ બીજનો ચંદ્ર અને સિતારો રાખવામાં આવ્યા. હાલનો ધ્વજ સમગ્ર આરબ રંગો વડે બનેલો છે. કાળો રંગ દુશ્મનની હારનું પ્રતિક છે. લાલ રંગ કુવૈતના સૈનિકોની તલવાર પર રહેલા લોહીના રંગનું, સફેદ રંગ નિર્મળતાનું અને લીલો રંગ ફળદ્રુપતાનું પ્રતિક છે.
રંગ | પ્રતિનિધિત્વ |
---|---|
લીલો | અમારી જમીન |
સફેદ | અમારા કર્મો |
લાલ | અમારી તલવાર |
કાળો | અમારા યુદ્ધો |
ધ્વજ ફરકાવવાના નિયમો:
- જ્યારે ધ્વજ ઉભો હોય ત્યારે કાળો પટ્ટો ડાબી બાજુએ
- જ્યારે ધ્વજ આડો હોય ત્યારે લીલો પટ્ટો સૌથી ઉપર
૨૦૦૫માં ન્યુઝિલેન્ડના પિટર લિનએ ૧૦૧૯ ચોરસ મિટર કદનો પતંગ બનાવ્યો અને તે યુનાઈટેડ કિંગડમમાં ચગાવ્યો અને ૨૦૦૫માં સત્તાવાર રીતે કુવૈતમાં ઉડાડ્યો.
બાહ્ય કડીઓ
[ફેરફાર કરો]- Kuwait at Flags of the World
- Naval Jack