ઘન
Appearance
ઘન (અંગ્રેજી:solid) (હિંદી:ठोस) પદાર્થનાં મુખ્ય ત્રણ સ્વરુપો પૈકીનું એક સ્વરુપ છે. આ સ્વરુપની ઓળખ પદાર્થની સંરચનાત્મક દૃઢતા અને વિકૃતિ (આકાર, આયતન અને સ્વરૂપમાં પરિવર્તન) પ્રતિ પ્રત્યક્ષ અવરોધના ગુણના આધાર પર કરવામાં આવે છે. ઘન પદાર્થોનો યંગ માપાંક અને અપરૂપતા માપાંક ઊંચો હોય છે. એનાથી વિપરીત મોટાભાગના પ્રવાહી પદાર્થો નીચા અપરૂપતા માપાંક વાળા હોય છે અને સ્નીગ્ધતા ધરાવતા હોય છે.
ભૌતિક વિજ્ઞાનની જે શાખામાં ઘન સ્વરુપનું અધ્યયન કરવામાં આવે છે તેને ઘન-અવસ્થા ભૌતિકી કહેવામાં આવે છે. પદાર્થ વિજ્ઞાનમાં ઘન પદાર્થોના ભૌતિક તેમ જ રાસાયણિક ગુણો અને તેના અનુપ્રયોગનો અભ્યાસ કરવામાં આવે છે. ઘન-અવસ્થા રસાયણમાં પદાર્થોના સંશ્લેષણ, તેની ઓળખ અને રાસાયણિક સંઘટનનું અધ્યયન કરવામાં આવે છે.