લખાણ પર જાઓ

બિયાસ નદી

વિકિપીડિયામાંથી
બિયાસ નદી
હિમાચલ પ્રદેશમાં બિયાસ નદી
દેશ ભારત
રાજ્યો હિમાચલ પ્રદેશ, પંજાબ
સ્ત્રોત બિયાસ કુંડ
 - સ્થાન હિમાલય, હિમાચલ પ્રદેશ
 - અક્ષાંસ-રેખાંશ
મુખ સતલજ નદી
 - અક્ષાંસ-રેખાંશ
લંબાઈ ૪૭૦ km (૨૯૨ mi)
Basin ૨૦.૩૦૩ km2 (૮ sq mi)
Discharge for મંડી મેદાનો
 - સરેરાશ ૪૯૯.૨ m3/s (૧૭,૬૨૯ cu ft/s)

બિયાસ નદી, જે બિઆસ અથવા બ્યાસ નદી તરીકે પણ ઓળખાય છે,[][] (સંસ્કૃત: विपाशा Vipāśā; ગ્રીક: Hyphasis),[] અને ઉત્તર ભારતમાં વહેતી એક મહત્વની નદી છે. આ નદી હિમાલય પર્વતમાળામાં આવેલા ભારત દેશના હિમાચલ પ્રદેશ રાજ્યના મધ્ય ભાગમાંથી નીકળે છે અને 470 kilometres (290 mi) જેટલું અંતર કાપી ભારતીય રાજ્ય પંજાબ ખાતે સતલજ નદીમાં મળી જાય છે.[]

તેની કુલ લંબાઈ 470 kilometres (290 mi) છે અને તેનો સ્ત્રાવ વિસ્તાર 20,303 square kilometres (7,839 sq mi) જેટલો મોટો છે.[]

વર્ષ ૨૦૧૭ના અહેવાલ પ્રમાણે આ નદી સિંધુ ડોલ્ફિન તરીકે ઓળખાતી નાની અલગ વસ્તી ધરાવતી પ્રજાતિનું ઘર છે, જે એક માત્ર પાકિસ્તાનમાં સ્થિત થયેલ છે.[] ૧૯ મે, ૨૦૧૮ના રોજ ગુરદાપુર ખાતેની ખાંડ મિલોમાંથી બિયાસ નદીમાં છોડવામાં આવેલ રસાયણયુક્ત પ્રદુષિત જળને કારણે નદીના પાણીમાં પ્રાણવાયુના પ્રમાણમાં ઘટાડો થવાને કારણે મોટા પાયે માછલીઓ મૃત્યુ પામી હતી.

વ્યુત્પત્તિ

[ફેરફાર કરો]

આ નદી વેદોમાં અર્જિકુજા (Arjikuja) અથવા પ્રાચીન ભારતીયોમાં વિપાશા (Vipasha) અને પ્રાચીન ગ્રીકોમાં હાયફાસિસ (Hyphasis) તરીકે પણ ઓળખાય છે.[]

એવું કહેવાય છે કે બિયાસ શબ્દ વ્યાસા શબ્દનો અપભ્રંશ થઈને બનેલ છે ('વ'ને બદલે 'બ'નો ઉપયોગ અને હંમેશા છેલ્લા સ્વરને કાપી નાંખવાની રીત સામાન્યપણે ઉત્તર ભારતીય ભાષાઓમાં છે) અને એ નામ વેદ વ્યાસ (આ નદીના મુખ્ય આશ્રયદાતા)ના નામ પરથી પડ્યું હતું. તેમણે વ્યાસ કુંડ તરીકે ઓળખાતા સરોવરમાંથી આ નદીની ઉત્પત્તિ કરી હતી.[સંદર્ભ આપો]

ઇતિહાસ

[ફેરફાર કરો]
હિમાચલ પ્રદેશમાં બિયાસ નદી
પઠાણકોટમાં બિયાસ નદી

બિયાસ નદી ઈ. સ. ૩૨૬ પૂર્વેના સમયમાં એલેક્ઝાન્ડર ધી ગ્રેટ દ્વારા જીતી લીધેલા પ્રદેશની સૌથી પૂર્વીય સરહદ હતી. આ નદી ભારત પર આક્રમણ કરવામાં એલેક્ઝાન્ડર માટે સમસ્યા બની હતી. પોતાના વતન થી આઠ વર્ષ માટે દૂર રહેલા તેમના સૈનિકોએ બંડ કરી અહીંથી આગળ વધવા ૩૨૬ બીસીઇના સમયમાં ઇનકાર કર્યો હતો. એલેક્ઝાન્ડર પોતે તેના તંબુમાં ત્રણ દિવસ માટે પુરાઈ રહ્યો હતો, છતાં જ્યારે તેમના માણસોએ તેમની ઈચ્છા બદલી ન હતી, ત્યારે તેમણે આ બાર વિશાળ પ્રદેશોની જીતના ભવ્ય અભિયાનનો અંત કરી સરહદ બનાવી હતી.[][]

 રાજશેખર રચિત કાવ્યમીમાંસા ગ્રંથ અનુસાર[૧૦]  ગુર્જર-પ્રતિહાર રાજા મહિપાલ પહેલાએ ઉત્તર-પશ્ચિમ પ્રદેશમાં તેમનું રાજ્યશાસન બિયાસ નદીના ઉપરવાસ સુધી વિસ્તૃત કર્યું હતું.[૧૧]

૨૦મી સદીમાં આ નદીને સિંચાઈ અને હાઈડ્રોઈલેક્ટ્રીક પાવર જનરેશન હેતુઓ માટે બિયાસ યોજના અંતર્ગત વિકસાવવામાં આવી હતી. પોંગ બંધનું કાર્ય બીજા તબક્કામાં વર્ષ ૧૯૭૪માં પૂર્ણ થયું હતું અને તેને અનુસરતાં વર્ષ ૧૯૭૭માં પ્રથમ તબક્કામાં 140 kilometres (87 mi) ઉપરવાસમાં પાંડોહ બંધ નું કાર્ય કરવામાં આવ્યું હતું. પોંગ બંધ શરૂઆતમાં મુખ્યત્વે તલવારાની હેઠવાસના વિસ્તારને સિંચાઈ પૂરી પાડવા માટે હતો, પરંતુ ટૂંક સમયમાં જળવીજળીના ઉત્પાદન માટે વિકસાવવામાં આવ્યો; જેની ૩૬૦ મેગાવોટ સ્થાપિત ક્ષમતા છે. પાંડોહ બંધ નદીના પ્રવાહને ટનલ અને નહેર દ્વારા સતલજ નદી પર બાંધવામાં આવેલ દેહાર વિજળી મથક (૯૯૦ મેગાવોટ ક્ષમતા) તરફ વાળી બંને નદીઓને જોડે છે.[૧૨][૧૩]

પ્રવાહ

[ફેરફાર કરો]
મનાલીની દક્ષિણમાં આવેલ કુલ્લુ ખાતે બિયાસ નદી અને પર્વતોનું દૃશ્ય
બિયાસ નદીમાં રાફ્ટિંગ કરતા પ્રવાસીઓ, કુલ્લૂ
મંડી નજીક બિયાસ નદી પરનો પુલ
મંડી-કુલ્લુ માર્ગ પર બિયાસ નદી

આ નદી સમુદ્ર સ્તર કરતાં 4,361 metres (14,308 ft) જેટલી ઊંચાઈ પરથી કુલ્લુ ખાતે આવેલા રોહતાંગ ઘાટની દક્ષિણ તરફથી નીકળે છે. અહીંથી તે મંડી જિલ્લામાંથી પસાર થઈને અને કાંગરા જિલ્લા ખાતે સાંધોલ ખાતે સમુદ્ર સપાટીથી 590 metres (1,940 ft) જેટલી ઊંચાઈ પ્રવેશ કરે છે. આ દરમિયાન આ નદી નીચાણ તરફ વહેતી અનેક ઘાટો અને કોતરો (દરાઈ)માંથી પસાર થાય છે. કાંગરા જિલ્લામાં રેહ નજીક તેનું વિભાજન ત્રણ પ્રવાહોમાં થાય છે, કે જે પસાર કર્યા પછી ફરી સમુદ્ર સપાટીથી 300 metres (980 ft) જેટલી ઊંચાઈ પર મીરથાલ ખાતે એકઠા થઈ વહે છે. બેઠક પર આ શિવાલિક પહાડીઓમાં હોશિયારપુર ખાતે આ નદી ઉત્તર દિશ તરફ તીવ્ર વળાંક બનાવી, કાંગરા જિલ્લા સાથે સીમા બનાવે છે. પછી શિવાલિક પહાડીઓમાં ઘુમતી આ નદી દક્ષિણીય દિશા પકડે છે અને ગુરુદાસપુર અને હોશિયારપુર જિલ્લાઓને અલગ કરે છે. પછી જલંધર જિલ્લામાંથી ટૂંકા અંતર માટે સ્પર્શ કરી, આ નદી અમૃતસર અને કપુરથાલા જિલ્લાઓ વચ્ચે સરહદ સ્વરૂપમાં વહે છે. છેલ્લે બિયાસ નદી 470 kilometres (290 mi) જેટલું અંતર કાપીપંજાબ રાજ્યના કપુરથાલા જિલ્લાની દક્ષિણ-પશ્ચિમ સરહદ પર વહેતી સતલજ નદીમાં જોડાઈ જાય છે. તેની મુખ્ય ઉપનદીઓ બેઈન, બાણગંગા, લુણી અને ઉહાલ છે. પછી સતલજ નદી પાકિસ્તાની પંજાબ તરફ જાય છે અને બહાવલપુર નજીક ઉચ ખાતે ચિનાબ નદીમાં જોડાય છે, જ્યાંથી તે પંજનાડ નદી તરીકે ઓળખાય છે; ત્યારબાદ મીઠાનકોટ ખાતે તે સિંધુ નદીમાં મળી જાય છે.

બિયાસ નદીનું પાણી ભારત અને પાકિસ્તાન વચ્ચેની સિંધુ જળ સંધિ મુજબ ભારત દેશને ફાળવવામાં આવેલ છે.[૧૪]

કરૂણાંતિકા

[ફેરફાર કરો]

૮ જૂન ૨૦૧૪ના રોજ ૨૪ એન્જિનિયરિંગના વિદ્યાર્થીઓ અને એક પ્રવાસ સંચાલક, લાર્જી બંધના દરવાજા કથિત રીતે યોગ્ય ચેતવણીઓ અને પ્રક્રિયા વગર ખોલવામાં આવ્યા હતા, ત્યારે તેના પૂરમાં તણાઈ ગયા હતા. પાણીનું સ્તરમાં અચાનક 5 to 6 feet (1.5 to 1.8 m) જેટલું વધ્યું હતું અને આ વધારો વિદ્યાર્થીઓને પ્રવાહમાં તાણી ગયો હતો.[૧૫]

સંદર્ભો

[ફેરફાર કરો]
  1. The Land of the Five Rivers and Sindh. David Ross. London. 1883
  2. The Panjab, North-West Frontier Province and Kashmir. Sir James McCrone Douie. 1916, pp. 16-17, 22, 25-26, 52, 68, etc.
  3. The Panjab, North-West Frontier Province and Kashmir. Sir James McCrone Douie. 1916, p. 25
  4. "About District". મૂળ માંથી 2005-08-02 પર સંગ્રહિત. મેળવેલ 2018-05-21.
  5. Jain, Sharad K.; Agarwal, Pushpendra K.; Singh, Vijay P. (૫ માર્ચ ૨૦૦૭). Hydrology and water resources of India. Springer. પૃષ્ઠ 481. ISBN 978-1-4020-5179-1. મેળવેલ 15 May 2011.
  6. "Signs of hope as population of endangered Indus River dolphin jumps in Pakistan". WWF. મેળવેલ 2017-12-17. Cite has empty unknown parameter: |1= (મદદ)
  7. Beas The Imperial Gazetteer of India, v. 7, p. 138..
  8. Travels into Bokhara, Lieut. Alex. Burnes FRS, London, John Murray, 1834, page 6
  9. "The Empire and Expeditions of Alexander the Great". World Digital Library. ૧૮૩૩. મેળવેલ 2013-07-26.
  10. Kavyamimansa of Rajasekhara, ch. XVII, P. 94
  11. Rama Shankar Tripathi (૧૯૮૯). History of Kanauj: To the Moslem Conquest. Motilal Banarsidass Publ. પૃષ્ઠ 262–264. ISBN 812080404X, ISBN 978-81-208-0404-3.
  12. "Developmental History of Beas Project". Bhakra Beas Management Board. મૂળ માંથી 26 એપ્રિલ 2012 પર સંગ્રહિત. મેળવેલ 27 November 2011.
  13. "India: National Register of Large Dams 2009" (PDF). Central Water Commission. મૂળ (PDF) માંથી 21 July 2011 પર સંગ્રહિત. મેળવેલ 22 November 2011.
  14. "The Indus Waters Treaty 1960" (PDF). World Bank. મેળવેલ 26 September 2016.
  15. "આર્કાઇવ ક .પિ". મૂળ માંથી 2014-10-06 પર સંગ્રહિત. મેળવેલ 2018-05-21.