લખાણ પર જાઓ

બોસ કોર્પોરેશન

વિકિપીડિયામાંથી
Bose Corporation
Private
ઉદ્યોગConsumer electronics
સ્થાપના1964
મુખ્ય કાર્યાલયFramingham, Massachusetts
મુખ્ય લોકોAmar Bose, Founder and Chairman
Bob Maresca, President
ઉત્પાદનોLoudspeakers, Headphones, Audio equipment, Car audio
આવકIncreaseUS$2 billion[]
વેબસાઇટbose.com

બોસ કોર્પોરેશન (pronounced /ˈboʊz/ (deprecated template)) મૈસાચુસેટ્ટસના ફ્રેમિંગહામમાં આવેલી, એક ખાનગી અમેરિકન કંપની છે અને ધ્વનિ ઉપકરણમાં તે પોતાની ખાસિયત ધરાવે છે.[] 1964માં અમર જી.બોસે તેની સ્થાપના કરી હતી, હાલમાં કંપનીના 5 પ્લાન્ટ ચાલુ સ્થિતિમાં છે, આ ઉપરાંત 151 છૂટક વેચાણની દુકાનો (રીટેલ સ્ટોર) (ઓક્ટોબર 20, 2006 મુજબ) અને એક મોટરગાડીને લગતી બીજી કંપની મૈસાચુસેટ્ટસના સ્ટોવમાં આવેલી છે. હોમ ઓડિઓના છૂટક વેચાણ અને સુવાહ્ય ઓડિઓના છૂટક વેચાણો માટે યુ.એસ. (U.S.)માં બોસને નવેમ્બર 2008માં ત્રીજું સ્થાન આપવામાં આવ્યું હતું.[] બોસ તેના 901 સ્પીકર શ્રેણીઓ માટે પ્રસિદ્ધ છે.

પૂર્વભૂમિકા

[ફેરફાર કરો]

બોસ કોર્પોરેશને ધ્વનિ ઉપકરણો (જેમાં સ્પીકર, હેડફોન, એમ્પીફ્લાયર, વૈભવી કારો માટે મોટરગાડીને લગતી ઓડિઓ સીસ્ટમ[] સમાવિષ્ટ છે),[][] મોટરગાડીને લગતી સસ્પેન્શન પ્રણાલીઓના વિકાસ અને ઉત્પાદનો કરવાની સાથે કેટલાક સામાન્ય સંશોધન (જેવા કે ઠંડા સંયોજનની માન્યતા)ને અમલ મૂક્યા છે.[][][] 1964માં અમર જી. બોસે કંપનીની સ્થાપના કરી હતી, જે મૈસાચુસેટ્ટસ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજીમાં ઇલેક્ટ્રિકલ એન્જિનિઅરિંગના (વીજળીને લગતી ઇજનેરી શાખા) (જ્યાંથી તે 2005માં નિવૃત થયા) અધ્યાપક હતા. બોસની જોડે યુ.એસ. (U.S.) લશ્કર (નૌકાદળ,[૧૦] હવાઇ દળ,[૧૧] લશ્કર[૧૨]) સાથે અને નાસા (NASA) જોડે કામ કરવાના કરારો હતા.[૧૩] અમર બોસ, હાલ પણ તેના ચેરમેન અને મુખ્ય સ્ટોકહોલ્ડર છે, અને આ ઉપરાંત તેમની પાસે ટેકનીકલ સંચાલકનું પણ પદ છે.[૧૪]

બોસ કોર્પોરેશનના પ્રમુખોનો ઇતિહાસ

[ફેરફાર કરો]
  1. વિલિયમ (બિલ) જેકોવ્ટઝી(1964–66)
  2. ચાર્લ્સ "ચક" હાઇકન (1966–69)
  3. ફ્રેન્ક ઇ. ફર્ગસન (1969–76)
  4. અમર જી. બોસ (1976–80)
  5. શેરવીન ગ્રીનબેલ્ટ (1980–2000)[૧૫]
  6. જોહ્ન કોલમેન (2000–2005)
  7. બોબ મરેસ્કા (2005થી)

ફ્રેમિંગહામની 6,500 મીટર (70,000 ચોરસ ફીટ)ની એક ઇમારત, કંપનીએ સંશોધન, વિકાસ અને ઇજનેરી (આરડી&ઇ (RD&E)) માટે સમર્પિત કરી છે, જેનું ઓછામાં ઓછું વાર્ષિક આરડી&ઇ (RD&E) અંદાજપત્ર $100 મિલિયનનું છે.[૧૬] 2004માં, મૈસાચુસેટ્ટસના સ્ટોવમાં બોસે એક વધારાની જગ્યા એચપી (HP) પાસેથી લીધી, જે મોટરગાડીને લગતા અને વેચાણના વિભાગના વિકાસ માટે ઉપયોગમાં લેવામાં આવે છે.[૧૭]

પ્રારંભના વર્ષો

[ફેરફાર કરો]

1956માં, જ્યારે અમર બોસ એમઆઇટી (MIT)ના સ્નાતક વિદ્યાર્થી હતા, ત્યારે તેમણે એક ઊંચા અંતવાળો સ્ટીરીઓ સીસ્ટમ ખરીદ્યો. પણ તે તેમની આશા પર ખરો ન ઉતરતા તે નિરાશ થયા.[૧૮] ત્યારબાદ તેમણે જે ઊંચા અંતવાળા ઓડિઓ સીસ્ટમમાં જે પાયાભૂત નબળાઇ જોઇ તેના પર વ્યાપક સંશોધનનું લક્ષ્ય સાંધ્યું. બોસના મત મુજબ તેની મુખ્ય નબળાઇ તે હતી કે ખાસ રીતની સાંભળવાની જગ્યાઓમાં (ઘરો અને અપાર્ટમેન્ટો) અવાજને અવકાશમાં ફેલાવવામાં સમગ્ર વિદ્યુત રચના અને સ્પીકર નિષ્ફળ સાબિત થયા હતા અને સાયકોઅકોસ્ટીક માટે અવકાશમાં તેને ધ્વનિત કરવામાં પણ તે અસફળ રહી હતી. આઠ વર્ષ બાદ, તેણે પોતાની કંપનીની શરૂઆત કરી, "સંશોધન દ્વારા, સારો અવાજ" મેળવવાના ઇરાદા સાથે, જે હાલ તે કંપનીનું સ્લોગન છે.

સંશોધનનો ઇતિહાસ

[ફેરફાર કરો]

કંપનીના પહેલા વર્ષના વ્યાપાર દરમિયાન, બોસ કોર્પોરેશન સંશોધનની જવાબદારીથી જોડાયેલું રહ્યું. તેનું પહેલું ઉત્પાદન હતું 2201 નમૂનાવાળું (2201 મોડલ)[૧૫] લાઉડસ્પીકર, જેમાં એક ગોળાની આઠ બાજુએ નાના મધ્યમ-પહોંચવાળા સ્પીકરોને લગાવવામાં આવ્યા હતા. તેની રચના ઓરડાના એક ખૂણામાં બંધ બેસે તેવી રીતે કરવામાં આવી હતી, જે સ્પીકરના અવાજને અરીસો જે રીતે પ્રકાશનું પરાવર્તન કરે છે તે રીતે તે વિશાળ રૂમ ધ્વનિશ્રવણની ક્ષમતાને વધારતી હતી. અમર બોસે પ્રસરતી ઊર્જા માટે એક ઇલેક્ટ્રોનિક ઇક્વિલાઇઝર (વિદ્યુત સમકારક) નો ઉપયોગ ધ્વનિશ્રવણની ક્ષમતાને ગોઠવવા માટે કર્યો હતો.

જોકે, આ સ્પીકરની સીસ્ટમ એક બનાવટી, ભાર વિહિન, આદર્શ, ગોળાકાર અન્તરછાલના તમામ લક્ષણોને અનુરૂપ હતી પણ તેમ છતા તેની શ્રવણ કસોટીમાં તેને નિરાજનક પરિણામો આપ્યા[૧૫](આના કેટલાક કારણોની માહિતીને ત્યારબાદના પ્રકાશનમાં [૧૯] બોસ સંશોધન વિભાગે પ્રકાશિત કર્યો). જે બોસને સાયકોઅકોસ્ટીકમાં વધુ સંશોધન તરફ દોરી ગયો, છેવટે તેમણે સાંભળનારના માથામાંથી આવતા અવાજના પરાવર્તનના પ્રભાવનું મહત્વન સમજાયું, જે લાઇવ પર્ફોમન્સ (જીવંત ભજવણી)ની એક વિશિષ્ટ સાંભળવાની અવસ્થા છે. આ શોધથી સ્પીકરની રચનામાં ફેરફાર થયો, જેમાં આઠ થી નવ સમાન નાના મધ્યમ પહોંચવાળા ડ્રાઇવર (વિદ્યુત ઇક્વિલાઇઝર સાથે) સ્પીકરના પાછળના ભાગમાં લગાડવામાં આવ્યા, જ્યારે એક ડ્રાઇવર આગળ લગાવ્યો, જેનાથી પરાવર્તન થવાથી તેનું પ્રમાણ વધે અને તે સાંભળનારને લાઇવ પર્ફોમન્સ જેવો જ અનુભવ કરાવે છે.

જોકે પહેલી વખત તેમની નવી રચનાને લઇને બોસ દુવિધામાં હતા, તેમને વિશ્વાસ હતો કે તેમની આ નવી રચના સાંભળનારના કાનમાંથી આવતા અવાજનું પરાવર્તન કરશે અને નિષ્ઠાપૂર્વક "લાઇવ" પર્ફોમન્સનો અનુભવ પણ કરાવશે, પણ તેમની આ "સીધી/પરાવર્તન" પામતી રચના વ્યાપારિક રીતે તે સમયની અન્ય રચનાઓ આગળ સફળ થશે કે કેમ તે અંગે તે અનિશ્ચિત હતા. આ નવી પંચકોણીય રચનાને 901 નમૂનો (901 મોડલ) તેવું નામ આપવામાં આવ્યું, સ્પીકર માટે તે સમયે આ એક મુક્ત શૈલીની રચના હતી (જેમાં પૂર્ણ કદના ઓરડામાં ઊભા રહેતા એકમો કે બુકશેલ્ફ પ્રકારના સ્પીકરોમાં એક ઉપવુફર જે માત્ર નીચા આવર્તનના અવાજને દર્શાવતો હતો તે રીતે જોડાયેલો હતો). 901ના નમૂનાને (901 મોડલ) 1968માં પ્રદર્શિત કરવામાં આવ્યો જેને વ્યાપારિક રીતે તાત્કાલિક સફળતા મળી, અને બોસ કોર્પોરેશને 1970 દરમિયાન ઝડપથી વિકાસ કર્યો.

અમર બોસનું માનવું હતું કે સાયકોઅકોસ્ટીકનું અપૂર્ણ જ્ઞાન બે સ્વછંદી અવાજોની પરિમાણવાચક લાક્ષણિકતાની ક્ષમતાને પૂર્ણ રીતે મર્યાદિત કરે છે જે અલગ અલગ રીતે અને પૂર્ણ લાક્ષણિકતા અને પરિમાણના તમામ ગુણને પ્રાપ્ત કરવાથી મળે છે. તેમનું માનવું હતું કે જટિલ અવાજો કે જે એક સાઇન તરંગ અને ચોરસ તરંગ (એક મોટી વિકૃત સાઇન તરંગ)ના બનેલા હોય છે તેની ગુણવત્તાને જાણવાથી વધુ પડતી વિકૃતતા ઊભી થાય છે, કારણ કે 7 કે (k) એચઝેડ (Hz) કરતા વધારેના આવર્તન પર તેની સાંભળીને તેની વચ્ચેનો ભેદ કરવો અશક્ય છે. આજ કારણે બોસ કંપનીના ઉત્પાદનો ઉપર આવી માહિતીઓને પ્રકાશિત કરવામાં નથી આવતી. અંતિમ કસોટીરૂપે, બોસ અવાજની ગુણવત્તા અંગે સાંભળનારનો દ્રષ્ટ્રિકોણ (કે કમીને) અને જે તે વ્યક્તિની પોતાની પસંદગી પર વધુ ભાર મૂકે છે.[૨૦]

અન્ય ધ્વનિ ઉત્પાદનના ઉત્પાદકોની જેમ, બોસ તેના ઉત્પાદનોના ઇલેક્ટ્રીકલ માપદંડો અને અવાજની ભજવણી આઘારીત વિગતવાર માહિતીને પ્રકાશીત નથી કરતું.[૨૧][૨૨] 1968માં અમર બોસે ઓડિઓ એન્જીનિયરીંગ સોસાયટી ખાતે "ઓન ધ ડિઝાઇન, મેઝરમેન્ટ એન્ડ ઇવેલ્યુએશન ઓફ લાઉડસ્પીકર" નામે રજૂ કરેલ પેપરમાં આવી માહિતીને પ્રકાશિત ન કરવા અંગે તેમની અનિચ્છા સ્પષ્ટ રીતે બહાર આવે છે. આ પેપરમાં, "વધુ મહત્વપૂર્ણ માપ અને મૂલ્યાંકનવાળી કાર્યપ્રણાલીઓ"[૨૦] માટે બોસે આ માપને ફગાવી દઇ પોતેને, ઓડિઓફાઇલ માન્યતાઓના મુદ્દામાં વ્યક્તિનિષ્ઠવાદી તરીકે નહીં પણ વસ્તુકરણમાં માનનારા છે તેમ જણાવ્યું, વધુમાં તેમણે મનુષ્યનો અનુભવોને પ્રદર્શનના શ્રેષ્ઠ માપ તરીકે ગણાવ્યા.[૨૦]

આ પેપરના તર્કના આધારે, બોસ કોર્પોરેશને ઊંચી ગુણવત્તા પ્રાપ્ત કરવા માટે કિંમત અને કાર્યસિદ્ધિની વચ્ચે એક આર્થિક સમતુલા જાળવવાનો પ્રયાસ કર્યો જેથી તે સામાન્ય સાંભળનારાઓ જેમની ગુણવત્તાના માનદંડમાં લાઇવ પર્ફોમન્સને સાંભળવાનો અનુભવ સમાયેલો હોય તેને પોતાના ન્યાયધીશ તરીકે માની આવો અવાજ પેદા કરી શકાય, બોસ મુજબ સાંભળવાની જગ્યામાં (એક લાક્ષણિક ઘરનું વાતાવરણ) પરાવર્તન દ્વારા પોતાનો પ્રભાવ પેદા કરવા માટે તે જરૂરી હતું. વધુમાં, કાનની આસપાસ અને ઉપરના કાનના હેડફોનોના ક્ષેત્રના સુવાહ્ય અવાજ પર કંપનીએ ધ્વનિશ્રવણ ક્ષમતાના અવાજ રદ કરવાની (નોઇઝ કેનસલેશન) રેખા પર કેન્દ્રિત એવું સંશોધન કર્યું. (જુઓ બોસ હેડફોન ફેમિલી).

ઠંડા સંયોજન પર સંશોધન

[ફેરફાર કરો]

1991માં બોસ કોર્પોરેશને ઠંડા સંયોજન પર સંશોધન કરવાની શરૂઆત કરી.[][] કંપનીના ઇજનેરોએ એક યથાર્થ ઉષ્મામાપક યંત્ર બનાવ્યું ,[] જે પહેલાના પરીક્ષણોની આબેહૂબ નકલ હતી, અને તેવા તારણ કાઢ્યું કે અહીં કોઇ ચોખ્ખી ઊર્જા નથી મેળવી શકાતી.

બોસની દુકાનો

[ફેરફાર કરો]
સેન્ચ્યૂરી શહેરમાં બોસનો રિટેલ સ્ટ્રોર

1993માં બોસે તેની પહેલી દુકાન મેઇનના કીટ્ટેરીમાં ખોલી. ત્યારથી અત્યાર સુધી બોસે યુ.એસ (U.S.) અને વિશ્વભરમાં અનેક જગ્યાઓએ તેની 160 દુકાનો ખોલી છે. બ્રિટનમાં બોસની આઠ દુકાનો છે, જેમાં રીજન્ટ સ્ટ્રીટમાં આવેલી એક દુકાન પણ સમાવિષ્ટ છે. બોસની દુકાનોની લાક્ષણિકતા તે છે કે તેમાં 15 થી 25 બેઠકોવાળું એક થિયેટર છે જેમાં એક ટૂંકી ફિલ્મ દ્વારા તેની લાઇફસ્ટાઇલ હોમ એન્ટરટેઇનમેન્ટ સીસ્ટમને પ્રદર્શિત કરવામાં આવે છે.[૨૩][૨૪][૨૫][૨૬] કારખાનામાં આવેલી દુકાનોમાં કેટલાક ઉત્પાદનો અને નવા તથા કારખાનામાં ફરીથી નવા કરવા માં આવેલ (ખુલ્લા બોક્સને ફરીથી ચકાસીને) ઉત્પાદ કરતા ઓછી કિંમતે આપવામાં આવે છે.

ટ્રેડમાર્ક ટેકનોલોજીસ

[ફેરફાર કરો]
  • ટ્રી-પાર્ટ ઇયરકપ ડ્રાઇવર્સ
  • અવાજ આધારીત અવાજ રદ કરનાર (અકોસ્ટીક નોઇઝ કેન્સલેશન)
  • અવાજ આધારીત ટેકનોલોજી (અકોસ્ટીકમાસ ટેકનોલોજી)
  • અવાજ આધારીત વેવગાઇડ ટેકનોલોજી (અકોસ્ટીક વેવગાઇડ ટેકનોલોજી)
  • સીધી/પરાવર્તન થતી ટેકનોલોજી (ડાયરેક્ટ/રીફલેક્ટીંગ ટેકનોલોજી)
  • સાયકોએકોસ્ટીક ઇક્વલાઇઝેશન
  • ટ્રુસ્પેસ ટેકનોલોજી
  • મોટરગાડીઓ માટે વિદ્યુત ચુંબકીય સસ્પેન્શન પ્રણાલી (ઇલેક્ટ્રોમેગ્નેટિક સસ્પેશન સીસ્ટમ ફોર ઓટોમોબાઇલ્સ)

વિવિધ પ્રકારના ખાસ ઉત્પાદનો

[ફેરફાર કરો]

કાર ઓડિઓ

[ફેરફાર કરો]
બોસ કાર ઓડિઓ

મોટરગાડીના ઉપયોગ માટે બોસે શ્રેણીબદ્ધ સ્પીકરો અને ધ્વનિ ઉત્પાદનોનું ઉત્પાદન કર્યું છે. વહાનમાં વિવિધ બોસની ધ્વનિ પ્રણાલીઓમાં સૌથી વધુ જીએમ (GM) લેબલો સાથે ઉપલબ્ધ છે (જેમાં બ્યુઇક, હોલ્ડન,કૌડિલૈક, શેવરોલે, જીએમસી (GMC), હમર, પોન્ટીયાક અને સાવનો સમાવેશ થાય છે),[૨૭] સાથે જ આલ્ફા રોમીઓ, ઓડી, ફેરારી, લાસીઆ, મસેર્ટી, માયબેચ, મર્સિડી-બેન્ઝ, પોર્સ્ચે અને રેનાઉલ્ટ[૨૭] જેવા કેટલાક યુરોપીયન નમૂનાઓમાં અને નીસાન, ઇન્ફીનીટી, અને માઝદા જેવી કેટલીક જાપાનીઝ ઉત્પાદનની કારો માટે પણ ધ્વનિ પ્રણાલીઓ ઉપલબ્ઘ કરાવે છે.[૨૭] હાલમાં બોસ તેના કાર ધ્વનિ ઉત્પાદનોને કાર બજારમાં મુકાય તે પછી પર્યાપ્ત કરી આપવા માટે તૈયારી નથી બતાવતું, યોગ્ય એકત્રીકરણ અને કેબીનમાં યોગ્ય ધ્વનિ અનુકૂલનના લીધે તે આમ કરી રહ્યું છે.[૨૭]

સ્વિટઝર્લેન્ડના જીનેવામાં આયોજીત 2007ના ઓટો શોમાં બોસે એક નવી મીડિયા પ્રણાલીને ફેરારી 612 સેગલટ્ટીની સાથે જાહેર કરી જેમાં સમાવેશક સ્ટીરીઓ, દિશાસૂચક (નેવીગેટર), અને હેન્ડ ફ્રી કોલીંગને સમાવવામાં આવ્યા છે.[૨૮][૨૯][૩૦][૩૧] 2007માં બોસ મીડિયા પ્રણાલીએ કારની અંદરના વાતાવરણ માટે બેસ્ટ સ્ટોરેજ સોલ્યુશન આંતરરાષ્ટ્રીય ટેલિમેટીક પુરસ્કાર જીત્યો હતો.[૩૨]

મોટરગાડીના સસ્પેન્શન પ્રણાલી (ઓટોમોટીવ સસ્પેન્શન સીસ્ટમ)

[ફેરફાર કરો]

બે અવસ્થા, નોન-લાઇનર ઊર્જા પ્રક્રિયા અને પરિસ્થિતિ જેવા અન્ય વિસ્તારો પર બોસ કોર્પોરેશનના સંશોધન અને વિકાસ ખાતે કામ કર્યું છે. મોટરગાડીમાં હાઇડ્રોલિકના બદલે ઇલેક્ટ્રોમેગનેટિક સિદ્ધાંતોનો ઉપયોગ કરીને સસ્પેન્શન સીસ્ટમ બનાવવા જેવી કેટલીક પ્રારંભિક પેટન્ટ અમર બોસ અને અન્ય બોસ ઇજનેરોને તે માટે પુરસ્કૃતિ કર્યા હતા અને આ ટેકનોલોજી નવીન યોજનાનું એક મુખ્ય ઘટક હતી જેને કંપનીએ 2004માં 20 વર્ષોના સંશોધન બાદ બહાર પાડી હતી,[૩૩] જે આજે સામાન્ય રીતે ઉપયોગમાં લેવાય છે. આ પ્રણાલી ઇલેક્ટ્રોમેગ્નેટિક લાઇનર મોટરનો ઉપયોગ કરી ગાડીના પૈડાઓને ઝડપ કે ધીમી ગતિમાં જ્યારે બમ્પ કે ખાડા આવે છે ત્યારે સ્વયંસંચાલિત રીતે પ્રતિક્રિયા કરવામાં મદદ કરે છે.[૩૪] આ પૈડાઓ જ્યારે બમ્પ, કે લાંબા ખાડાઓની અંદર જાય છે ત્યારે મીલીસેકન્ડના સમય પૂરતા અધ્ધર થઇ જાય છે, અને આમ કરવા છતા પણ વાહન સ્થિર રહે છે. આ પદ્ધતિ બોસની સ્પીકર અને ઇયરફોનો માટે સક્રિયરીતે અવાજ ઓછો કરવાની પદ્ધતિની અન્ય એક પ્રસ્તૃતતા છે. તે અસમાન રસ્તાઓને જાણી લે છે અને તે અવાજના તરંગની જેવી પ્રક્રિયા છે. રદ કરવાના તરંગ જે પૈડા દ્વારા લાઇનર મોટરો પર લાગુ પડે છે.[૧૪] બોસ તેવી આશા સેવી રહ્યા છે કે આ ઊંચા-અંતવાળી વૈભવી કારો 2009 સુધીમાં વ્યાપારી ધોરણે ઉપલબ્ધ થઇ જશે.[૩૫] એક ફ્રેન્ચ મુલાકાતમાં બોસે કારને નડતર પરથી કૂદકો મારતી પણ દેખાડી હતી.[૩૬] બોસનું કહેવું છે કે આ પ્રણાલી ઊંચી કિંમતવાળી અને ભારે છે, અને ત્રણ દાયકાઓ બાદ અને $100 મિલિયન ખર્ચ કરીને વિકસાવવામાં આવી છે.

નોઇઝ કેન્સલીંગ હેડફોન (અવાજને રદ કરતા હેડફોનો)

[ફેરફાર કરો]

બોસે અવાજને રદ કરતા હેડફોનોને બનાવ્યા તેમની કાર્યસિદ્ધિ માટે વખાણવા લાયક વાત હતી, જોકે ઓડિઓફાઇલના એન્થની કેરશો દ્વારા તેમની ટીકા કરવામાં આવી, તેમણે આ અંગે જે કહ્યું તે મુજબ "50%એ સંગીતના અનુભવની કિંમત તરીકે ખુબ જ વધારે કહેવાય...જોકે, જે વારંવાર ઉડતા હોય તેના માટે આ બહુ વિચારની વાત નથી." બોસે વિમાન વ્યવહાર માટે અવાજને રદ કરતા હેડસેટો બનાવ્યા છે જેનો ઉપયોગ અવકાશયાનમાં અવકાશયાત્રીઓ દ્વારા સાંભળવાની ઇજાથી બચવા માટે થાય છે.[૩૭] આ હેડસેટ એક ખાસ સંવાદ પ્રણાલીના આંતરાષ્ટ્રીય અવકાશ મથક જોડે પણ સંકળાયેલા છે, જેથી અવકાશયાત્રીઓ તેમના ઘરે તેમના પરિવારજનો જોડે ફોન કોલ કરી વાત કરી શકે.[૩૭][૩૮]

વ્યાપારિક પદ્ધતિઓ

[ફેરફાર કરો]

બોસનો વ્યાપારી સીસ્ટમોનો વિભાગ વ્યાપારિક સેટીંગ જેવા કે નાટ્યસભાગૃહ, છૂટક જગ્યાઓ, હોટલો, ઓફિસો, વિશ્રામગૃહો, અને સ્ટેડિયમના ઉપયોગ માટે ઓડિઓ સીસ્ટમની રચના અને પ્રબંધ કરી આપે છે.[૩૯] સ્ટુડિયો અને ચિત્રપટના થિયેટરોમાં બોસના વ્યાપારિક ધ્વનિ ઉપકરણોને લગાવવા માટે ટીએચએક્સે (THX) તેને પ્રમાણપત્ર નથી આપ્યું,[૪૦] આ છતાં આ વિભાગ બોસને વાર્ષિક 60%ની આવક કરી આપે છે.[૪૧] 1988માં, બોસે અધિકૃતરીતે ઓલ્મપિકમાં અવાજ પ્રણાલીને પૂરી પાડનારી પહેલી કંપની બની હતી, જેણે કેલગરીમાં રમાયેલા શિયાળાના ઑલિમ્પિક માટે ધ્વનિ સાધનો ઉપલબ્ધ કરાવી આપ્યા હતા, અને ચાર વર્ષ બાદ ફ્રાન્સના એલબર્ટવીલમાં પણ જાળવળી અને સ્થાપના માટે બોસની ફ્રાન્સની સહાયક કંપનીએ કામ કર્યું હતું.[૪૨][૪૩] બોસ ધ્વનિ પ્રણાલીઓને, લૉસ એન્જિલ્સમાં રમત ગમતના વિભાગ સ્ટેપલ્સ સેન્ટરમાં, રોમના સિસ્ટીન ચેપલમાં અને મક્કાના મસ્જિદ-અલ-હરમમાં સ્થાપિત કરવામાં આવ્યા છે. દરેક પડઘો પાડતી જગ્યા માટે, અવાજ રચનાની યોજનાની કસોટીમાં બોસ ઓડીશનર પ્રોગ્રામનો ઉપયોગ કરવામાં આવે છે, જે સ્થાપના પહેલા પરિણામની આગાહી કરવામાં ઉપયોગી થાય છે.[૩૭][૪૪]

પર્સનલાઇઝ એમ્પ્લીફીકેશન સીસ્ટમ

[ફેરફાર કરો]

સંગીતકારો દ્વારા જાહેરમાં રજૂ કરતા સંગીત કાર્યક્રમો માટે વપરાતા અવાજ પ્રવર્ધનના ઉત્પાદનોના વિકાસ અને સંશોધન પર બોસ કોર્પોરેશન, 1970ની સાલની શરૂઆતના સમયથી કામ કરી રહ્યું છે. સંગીતકારો માટે હાલમાં બોસ સીસ્ટમે એક સ્વતંત્ર પ્રવર્ધન (એમ્પલિફીકેશન) ઉત્પાદનની રચના કરી છે, જેમાં એક બાસ નમૂનાની ઉપર એક સીધો તાર બેસાડવામાં આવ્યો છે.[૪૫] આ સીસ્ટમનું નામ એલ1 (L1) આપવામાં આવ્યું છે, જે એક સુવાહ્ય, ઇનલાઇન સ્પીકરની વ્યૂરચના છે જેની સાથે અવાજને વ્યાપકરીતે આગળથી અલગ કરી શકાય છે. ઓક્ટોબર 15, 2003, બોસ કોર્પોરેશને એલ1 (L1)ના પરિવારના ઉત્પાદનોનું વેચાણ તેના આંતરિક વેચાણ વિભાગ અને કેટલાક પસંદગીના વહેંચનારા વેપારીઓ દ્વારા કરવાનું શરૂ કર્યું. બોસ એક સક્રીય સંગીતકારોના સમૂહનો મેસેજ બોર્ડ સહાય માટે જાણવી રાખ્યો છે, અને તેના એક માલિકે યુનોઓફિસિયલ વીકી અને એફએક્યૂ (FAQ) પર તેને જાણવી રાખ્યો છે.

ઇલેક્ટ્રોફોર્સ

[ફેરફાર કરો]

2004માં બોસે ઇલેક્ટ્રોફોર્સ સીસ્ટમ ગ્રુપની[૪૬] સ્થાપના ઉપકરણોની કસોટી કરતી સામગ્રીના વેચાણ, ઉત્પાદન અને વિકાસ માટે કરી, જે વિશ્વભરની સંસ્થાઓ, વિદ્યાપીઠો અને ઔષધી સાધન બનાવતી કંપનીઓને પરીક્ષણ માટે સામગ્રી અને સાધનોના ટકાઉપણાંની બનાવટની જરૂરિયાતને પૂરી પાડે છે.

ઘરના ધ્વનિ ઉત્પાદનોની શ્રેણીઓ

[ફેરફાર કરો]

મલ્ટીમીડિયા પ્રણાલીઓ

[ફેરફાર કરો]
  • બોસ ડિઝિટલ મ્યુઝિક સીસ્ટમ
    • બોસ કમ્પ્યૂટર સ્પીકર
  • બોસ હેડફોન

સ્પીકર પ્રણાલીઓ

[ફેરફાર કરો]
  • બોસ વેવ સીસ્ટમ
  • બોસ સ્ટીરીઓ સ્પીકર

હોમ એન્ટરટેઇનમેન્ટ સીસ્ટમ્સ

[ફેરફાર કરો]
  • બોસ લાઇફસ્ટાઇલ હોમ એન્ટરટેઇનમેન્ટ સીસ્ટમ્સ
  • બોસ 3-2-1 હોમ એન્ટરટેઇનમેન્ટ સીસ્ટમ્સ
  • બોસ અકોસ્ટીમાસ હોમ એન્ટરટેઇનમેન્ટ સીસ્ટમ્સ

બોસ અંગે મંતવ્યો

[ફેરફાર કરો]

બોસના ઉત્પાદનોની ગુણવત્તાની ચર્ચામાં કેટલીકવાર અસરકારક માહિતી બહાર આવે છે અને તેના અલગ અલગ મતો હોય છે. અહીં બે મોટા પક્ષ છે એક બોસને ઊંચા અંતવાળા બજારના સાધાનને બનાવનાર તરીકે જુએ છે અને બીજા બોસને એક એવી કંપની તરીકે જુએ છે જે વેચાણનો ઉપયોગ સામાન્ય ઉત્પાદનો માટે નકામા દાવાઓ કરવા માટે કરે છે.

અવાજ વગરના કેટલાક પ્રકાશનોને બોસે ઊંચા-અંતવાળા અવાજના ઉત્પાદનો તરીકે પ્રદર્શિત કર્યા છે.[૨૯][૩૦][૩૧][૪૭][][૪૮][૪૯][૫૦][૫૧][૫૨] ઓડિઓફાઇલ્સો (શક્ય હોય તેવો શ્રેષ્ઠ અવાજ સાથે નિસબત ધરાવતા લોકો)ની વચ્ચે બોસના ઊંચા અંતવાળા બજારની સ્થિતિ પર સમીક્ષા કરતા પીસી (PC) સામાયિક કહ્યું કે "ઓડિઓફાઇલના માનકો મુજબ બોસના ઉપકરણોની અવાજની ગુણવત્તા પૂર્ણ નથી સાથે જ કોઇ પણ આ જ પ્રકારની ચોક્કસ જરૂરિયાતો આ જ ભાવ કે તેનાથી ઓછા ભાવમાં પણ ખરીદી શકે છે." [૫૩]ટીએચએક્સ (THX) દ્વારા બોસને ગૃહ મનોરંજન ઉત્પાદનો માટે પ્રમાણભૂત જાહેર નથી કરાયો.[૫૪]

માર્ચ 2006માં ફોર્રેસ્ટર રિસર્ચ નામની એક સ્વતંત્ર બજાર સંશોધન પેઢી દ્વારા પ્રકાશિત કરાયેલા એક અભ્યાસ મુજબ બોસનું બ્રાન્ડ નામ યુએસ (US) ગ્રાહકો દ્વારા સૌથી વધુ વિશ્વાસુ એવા ત્રણ કમ્પ્યૂટર અને ઇલેક્ટ્રોનિક બ્રાન્ડની કંપનીઓમાંથી એક છે.[૫૫]

1979માં બોસના ફ્લેગશીપ 901 સ્પીકર પ્રણાલીનું સ્ટીરિયોફાઇલ સામાયિક દ્વારા ટીકા કરવામાં આવી હતી.[૫૬] 901 સીસ્ટમની સમીક્ષામાં, એક સામાયિકના મત મુજબ, આ સીસ્ટમ સામાન્ય અને પૂર્ણતાની અરજી માટે પસંદ ન આવે તેવી છે, કાલ્પનિક ભાવ, માહિતી, અને અવાજના વિશિષ્ટ ગુણ માટે રસ હોય તો જ લેવી ગમે તેવી છે અને આસપાસના વાતાવારણમાં અવાજના પરાવર્તન માટે આટલી બધી કિંમત ચૂકવવી ખૂબ જ વધારે કહેવાય. જોકે, લેખકે તેમ પણ કહ્યું કે અન્ય સ્પીકર સીસ્ટમ્સ કરતા આ સીસ્ટમ, પ્રાકૃતિક વાતાવરણથી વધુ સામ્યતા ધરાવતા અવાજનું ઉત્પાદન કરે છે.

કાયદાકીય કાર્ય

[ફેરફાર કરો]

1981માં બોસે નિષ્ફળતાપૂર્વક બદનક્ષી માટે કન્સ્યૂમર રિપોર્ટ નામના સામાયિક સામે ફરિયાદ નોંધાવી કન્સ્યૂમર રિપોર્ટે સીસ્ટમની સમીક્ષા કરી તેવું નોંધ્યું કે "ઓરડામાં અવાજ ભટકતો રહે છે." શરૂઆતમાં સમવયી જિલ્લા અદાલતને લાગ્યું કે કન્સ્યૂમર રિપોર્ટે ખોટો અહેવાલ પ્રકાશિત કર્યો છે કે પછી સામાયિક દ્વારા આ મુદ્દે શું સાચું છે તે જાણવાનો પ્રયાસ જ નથી કરવામાં આવ્યો. જો કે વધુ તપાસ બાદ અદાલતે તે જાણ્યું કે મૂળ સમીક્ષાને બદલવામાં આવી હતી જે મુજબ અવાજને દિવાલો સાથે ભટકાતો રહે તેવું લખવામાં આવ્યું હતું. ત્યારબાદ અદાલતે તેનો ચુકાદો બદલ્યો, અને સંયુક્ત રાજ્યની ઉચ્ચ અદાલતે બોસ કોર્પોરેશનની વિરુદ્ધમાં કન્સ્યૂમર યુનિયન ઓફ યુનાઇટેડ સ્ટેટ્સ, આઇએનસી. (Inc.) ના કિસ્સામાં 6 માંથી 3 મત આપ્યા, અને જણાવ્યું કે આ નિવેદન કોઇ પણ દ્વેષ વિના કરવામાં આવ્યું હોવાથી તેના માટે કોઇ પણ જવાબદાર નથી.[૫૭][૫૮][૫૯]

સંદર્ભો

[ફેરફાર કરો]
  1. "Spotlight: Amar Bose, the guru of sound design", International Herald Tribune, May 11, 2007
  2. ૨.૦ ૨.૧ ધ રજીસ્ટર "બોસ સાઉન્ડડોક આઇપોડ સ્પીકર્સ"
  3. "ટાવાઇસ.કોમ પીઓએસ આર્ટીકલ". મૂળ માંથી 2011-07-17 પર સંગ્રહિત. મેળવેલ 2010-09-02.
  4. "બોસ ઓટોમેટીવ સાઇટ". મૂળ માંથી 2012-03-14 પર સંગ્રહિત. મેળવેલ 2023-08-07.
  5. ફોર્બ્રસ આર્ટીકલ સેટીંગ ધ ઓટોમોબાઇલ્સ બોસ ઇન્ટોલેશન ઇટ્સ સીસ્ટમ ઇન અ હાઇ એન્ડ ઓટોમોબાઇલ્સ
  6. "લિક્સ ટુ બોસ ઓટોમોટીવ ગીંવીંગ અ લીસ્ટ ઓફ ધ હાઇ એન્ડ ઓટોમોબાઇલ ધેટ બોસ વિલ ફીટ ધેર સીસ્ટમ ટુ". મૂળ માંથી 2010-02-10 પર સંગ્રહિત. મેળવેલ 2010-09-02.
  7. ૭.૦ ૭.૧ "ડીસકવર મેગેજીન ઇન્ટરવ્યૂ વીથ અમર બોસ "કોલ્ડ ફ્યુઝન રિસર્ચ"". મૂળ માંથી 2012-10-10 પર સંગ્રહિત. મેળવેલ 2021-08-25.
  8. ૮.૦ ૮.૧ "વિલિયમ એમ. બુલ્કલી, ધ વોલ સ્ટ્રીટ જરનલ, 31st ડિસેમ્બર 1996" (PDF). મૂળ (PDF) માંથી 2011-07-16 પર સંગ્રહિત. મેળવેલ 2010-09-02.
  9. ૯.૦ ૯.૧ "આર્ટીકલ અબાઉટ સસ્પેન્સ વીચ મેન્શન ધ કોલ્ડ ફ્યુઝન રિસર્ચ ટ્રોવર્ડ ધ એન્ડ". મૂળ માંથી 2010-04-15 પર સંગ્રહિત. મેળવેલ 2010-09-02.
  10. "બોસ હેડસેટ યુસ્ડ બાય સોનાર ઓપરેટર્સ". મૂળ સંગ્રહિત માંથી 2006-08-30 પર સંગ્રહિત. મેળવેલ 2006-08-30.
  11. "એરોસ્પેસ ન્યૂઝ". મૂળ માંથી 2012-08-30 પર સંગ્રહિત. મેળવેલ 2010-09-02.
  12. "બોસ ક્રૂમેન હેડફોન યુસ્ડ બાય યુએસ મિલેટરી". મૂળ માંથી 2011-08-05 પર સંગ્રહિત. મેળવેલ 2023-08-01.
  13. ફ્રોબ્સ મેગેજીન બોયોગ્રાફી ઓફ અમર બોસ
  14. ૧૪.૦ ૧૪.૧ "MSNBC "અ કાર ધેટ કેન જમ્પ ઓવર ઓબ્સ્ટેકલ"". મૂળ માંથી 2010-04-15 પર સંગ્રહિત. મેળવેલ 2010-09-02.
  15. ૧૫.૦ ૧૫.૧ ૧૫.૨ "યુનિવર્સિટી ઓફ મૈસેચ્યૂસેટ: પાયોનીયર ઓફ ઇનોવેશન – શીરવીન ગ્રીનબેલ્ટ્ટ કનવરસેશન". મૂળ માંથી 2012-12-02 પર સંગ્રહિત. મેળવેલ 2010-09-02.
  16. સેટેલાઇટ વ્યૂ ઓફ બોસ હેડક્વાટર
  17. bizjournals.com – બોસ નીક્સ એન.વાય. એક્સપાનસન, ચૂઝ શો ઇનસ્ટીડ
  18. અમર બોસ ઇન્ટરવ્યૂ
  19. "બોસ પેનરેય એમએ12 ટેકનીકલ પેપર્સ" (PDF). મૂળ (PDF) માંથી 2012-02-29 પર સંગ્રહિત. મેળવેલ 2010-09-02.
  20. ૨૦.૦ ૨૦.૧ ૨૦.૨ "On The Design, Measurement, and Evaluation of Loudspeakers". AES. 1968. મેળવેલ 2010-07-23.
  21. હીલમર-એટ-બોસ (જુલાઇ 5, 2006). "વોટ ડુ યુ થીંક ઓફ ધીસ ન્યૂ એપ્રોચ?" સંગ્રહિત ૨૦૧૧-૦૭-૦૬ ના રોજ વેબેક મશિન ડીસીજન થ્રેડ એટ બોસ મ્યૂઝિશિયન ફોરમ. "...it's very difficult to express this through a specification with only a few numbers. ઘેટ વન ઓફ ધ રીઝન વાય આર વેરી રેલુકન્ટ ટુ પબ્લિશ સ્પેશીફિકેશન: મોર ઓફન ધેન નોટ ધે આર ઇન્ટપ્રેટેડ ઇનકરેલ્ટલી એન્ડ પીપલ ડ્રૂ ધ રોગ કનક્યૂઝન્સ."
  22. "ગેજેટ ગાય રીવ્યૂ ઓફ ધ બોસ વેવ મ્યૂઝિક સીસ્ટમ". મૂળ માંથી 2007-09-28 પર સંગ્રહિત. મેળવેલ 2010-09-02.
  23. એમઇન્ફો - ન્યૂ બોસ ઓઉટલેટ ફોર દુબઇ મોલl
  24. "મિલીના બિલેટીન - બોસ ઓપન ઇટ્સ ફસ્ટ કોન્સેપ્ટ સ્ટ્રોર ઇન ગ્રીનબેલ્ટ 5 મકટી". મૂળ માંથી 2012-07-28 પર સંગ્રહિત. મેળવેલ 2010-09-02.
  25. ધ ફિલિપીન સ્ટાર - બોસ શોરૂમ ગેટ અ સાઉન્ડ ફેસલીફ્ટ[હંમેશ માટે મૃત કડી]
  26. "બોસ સ્ટ્રોર". મૂળ માંથી 2010-06-12 પર સંગ્રહિત. મેળવેલ 2010-09-02.
  27. ૨૭.૦ ૨૭.૧ ૨૭.૨ ૨૭.૩ "બોસ ઓટોમેટીવ સીસ્ટમ ડિવિઝન". મૂળ માંથી 2010-06-12 પર સંગ્રહિત. મેળવેલ 2010-09-02.
  28. Frank Filipponio (2007-03-08). "Bose Media System debuts in Ferrari 612 Scaglietti". મેળવેલ 2007-06-07.
  29. ૨૯.૦ ૨૯.૧ મોટોર્ટ્રેન્ડ - બોસ સીક ટુ ઓફર મીડિયા સીસ્ટમ પ્રિમિયમ સ્ટ્રીરીઓ ઇન મોર કાર
  30. ૩૦.૦ ૩૦.૧ બોસ મીડિયા સીસ્ટમ સોફેસ્ટીકેટેડ કાર ઓડિઓ "ઓડિઓ ગેર મેકર બોસ ઇઝ શોઇંગ ઓફ લેટેસ્ટ ઇન કાર ઓડિઓ સીસ્ટમ, ધ હાઇ એન્ડ બોસ મિડિયા સીસ્ટમ."
  31. ૩૧.૦ ૩૧.૧ ઇડમુન્ડ - 2008 ફરારી 612 સ્કારગેટ્ટી રીવ્યૂ
  32. "વર્લ્ડ ન્યૂઝ: ફેમીનિસ્ટ રિવિલ ફોર ધ 2007 ટેલીમેટીક્સ એવોર્ડ્સ". મૂળ માંથી 2011-07-16 પર સંગ્રહિત. મેળવેલ 2010-09-02.
  33. "ઓટો ટેક "બેટર લીંવીંગ થોટ ક્યૂરીસીટી"". મૂળ માંથી 2007-12-29 પર સંગ્રહિત. મેળવેલ 2010-09-02.
  34. Bose bumps યુટ્યુબ પર
  35. ઇનસાઇડ લાઇન "બોસ સસ્પેનશન"
  36. French Interview "Suspension BOSE" યુટ્યુબ પર ગો 3 મિનિટ એન્ડ 20 સેકન્ડ ઇનટુ ઇટ ટુ વ્યૂ ધ કાર જમ્પીંગ વીથ બોસ સસ્પેનશન
  37. ૩૭.૦ ૩૭.૧ ૩૭.૨ "મીટ "ઇન્ટવેટર ઓફ ધ વીક આર્ચીવ"". મૂળ માંથી 2003-08-19 પર સંગ્રહિત. મેળવેલ 2010-09-02.
  38. સીસ્કો નાસા પલ્બિકેશન
  39. "Case Stories – Bose Professional Products". Pro.bose.com. મૂળ માંથી 2009-04-20 પર સંગ્રહિત. મેળવેલ 2009-09-18.
  40. "Approved Equipment Lists". Sound Engineer. THX. મૂળ માંથી ઑગસ્ટ 2, 2010 પર સંગ્રહિત. મેળવેલ July 23, 2010. Check date values in: |archive-date= (મદદ)
  41. પલુન્કેટ એન્ટટેન્મેન્ટ એન્ડ મીડિયા ઇન્સટ્રી અલમનાક 2009
  42. "olympic"&dq=Bose+"olympic" The Film journal Volume 93, Issues 7-12 "At the 1988 Winter Olympics in Calgary. કેનેડા બેસ તેવી પહેલી કંપની હતી જેણે અધિકૃત રીતે અવાજ પ્રણાલીના સ્પલાયર તરીકે નામ નોંધાવ્યું. આ પદવી તે વાતને દર્શાવે છે કે કંપનીના ઉત્પાદનો ખાસ તરીકે ખરીદવા કે લીઝ પર આપવા માટે ઓલમ્પિક માટે ઓલમ્પિક સપલાયર બોસ કોર્પોરેશનના અધિકૃત વ્યવસાયિક અવાજ પ્રણાલીના સ્પલાયર માટે XVI શિયાળાની ઓલમ્પિક રમતો જે અલ્બ્રેર્ટવીલમાં થવાની છે તેના માટે બનાવવામાં આવ્યા હતા. ફ્રાન્સમાં 1992"
  43. બોસ કોર્પોરેશન -- કંપનીનો ઇતિહાસ
  44. પ્રસિદ્ધ વિજ્ઞાન ડિસેમ્બર 2004 (pg 65)
  45. "બોસ.કોમ વેબ સાઇટ ફોર એલ1 સીસ્ટમ". મૂળ માંથી 2010-12-22 પર સંગ્રહિત. મેળવેલ 2010-09-02.
  46. "ઇલેક્ટ્રોફોર્સ સીસ્ટમ ગ્રુપ". મૂળ માંથી 2007-03-29 પર સંગ્રહિત. મેળવેલ 2010-09-02.
  47. સી|નેટ "ક્લાસી કોમપેક્ટ: હાઇ-એન્ડ સીડી રેડિયો"
  48. ફોબ્સ મેગેજીન – અમર બોસ, ધ વર્લ્ડ રીચેસ્ટ પીપલ
  49. "પીસીએમ.કોમ - હાઇ-એન્ડ, એફોર્ડડેબલ એન્ડ એફોર્ડેબલ એન્ડ એડપ્ટેબલ". મૂળ માંથી 2008-09-02 પર સંગ્રહિત. મેળવેલ 2010-09-02.
  50. ઇજીન્ટ: મેનેજર્સ! વીન્સ થોમસનથી તમારી કારકિર્દી અને કંપની બંને ચમકાવી દો (pg 178) "બોસ કોર્પોરેશન, ધ માર્કેટ ઓફ હાઇ એન્ડ ઓડિઓ ઇક્વીપમેન્ટ"
  51. ઇન્ટરનેશનલ બિઝનેસ: થીયર એન્ડ પ્રેક્ટિસ બાય રીડ એ. અઝમી કેરેલ કૂલ, જી. જોનસન ગુડાર્ડ (pg 470) "ઇન 2002, લોવે એસ્ટાબિલ્સ ઇટ્સ ડ્રિસ્ટ્રીબ્યૂશન ઇન ધ યુનાઇટેડ સ્ટેટ. ધ ડ્રિસ્ટ્રીબ્યુશન વાસ સેટ અપ ઇન કોર્પોરેશન વીથ અનઅધર હાઇ એન્ડ મેનીફેક્સચ, બોસ, અ યુ.એસ સાઉન્ડ સેપેશ્યાલીસ્ટ."
  52. પોપ્યુલર મશીન ઓગસ્ટ 2002 (pg38) "બોસ ઇલેક્ટ્રોનિક્સ, નોન ફોર ઇટ્સ ટાયની યટ પાવરફૂલ લાઇફસ્ટાઇલ હોમ થીયેટર સ્પીકર એન્ડ અધર હાઇ એન્ડ ઓડિઓ ઇક્વીમેન્ટ"
  53. Gideon, Tim (ફેબ્રુઆરી 21, 2007), Bose Companion 5 Multimedia Speaker System, PC Magazine.com, archived from the original on 2010-03-15, https://web.archive.org/web/20100315140235/http://www.pcmag.com/article2/0,2817,2097317,00.asp, retrieved જુલાઇ 27, 2010 
  54. "List of THX certified home entertainment products". Consumer. મૂળ માંથી ઑગસ્ટ 2, 2010 પર સંગ્રહિત. મેળવેલ July 23, 2010. Check date values in: |archive-date= (મદદ)
  55. "ફોરેસ્ટર રિસર્ચ – "ધ 2005 ટેકનોલોજી બ્રાન્ડ સોરકાર્ડ"". મૂળ માંથી 2015-01-29 પર સંગ્રહિત. મેળવેલ 2010-09-02.
  56. સ્ટીરીઓફીલ રીવ્યૂ
  57. "કમેન્ટરી ઓન લેબલ કેસ ઇન જનરલ ગીંવીંગ અ સ્પેશીફિક એક્ઝામપલ ઓફ બોસ કોર્પોરેશન વી. કન્ઝૂમર યુનિયન સ્ટેટ્સ.". મૂળ માંથી 2009-02-15 પર સંગ્રહિત. મેળવેલ 2010-09-02.
  58. ઓપીનીયન ઓફ ધ યુનાટેડ સ્ટ્રેટ સુપ્રીમ કોર્ટ
  59. "NY ટાઇમ એડિટોરિયલ ઓન ધ સુપ્રીમ કોર્ટ રુલીંગ". મૂળ માંથી 2009-02-11 પર સંગ્રહિત. મેળવેલ 2021-08-25.

બાહ્ય લિંક્સ

[ફેરફાર કરો]