લખાણ પર જાઓ

મોસમ નદી

વિકિપીડિયામાંથી

મોસમ નદી (Mosam River, મોક્ષગંગા નદી) એ મહારાષ્ટ્ર, ભારતના નાસિક જિલ્લામાં વહેતી એક નદી છે.[] તે ગિરણા નદી કે જે તાપી નદીની ઉપશાખા છે, તેની ડાબી શાખાની ઉપનદી છે.

આ મોસમ નદી ઉત્તર નાસિક જિલ્લાની ધુલિયા જિલ્લા સાથેની દક્ષિણ સરહદ પાસે પશ્ચિમી ઘાટમાંથી ગોલવડ ગામથી નીકળે છે.[] આ નદી પૂર્વ દિશામાં વહે છે અને તેના પર વીડે દિગર (જમણા કિનારા પર- દક્ષિણમાં) અને જૈતાપુર (ડાબા કિનારા પર- ઉત્તરમાં) ગામો વચ્ચે હરણબારી બંધ બનાવવામાં આવેલ છે. આ નદી પૂર્વ દિશામાં વહેતી અંતાપુર, તાહરાબાદ થઈને ઉત્તરપૂર્વ દિશામાં સોમપુર સુધી જાય છે. ત્યારબાદ દક્ષિણપૂર્વમાં વહેતી જયખેડાન, નામપુર, કષ્ટી ગામોમાં થઈને પછી દક્ષિણમાં વહેતી માલેગાંવ શહેર થઈ ગિરણા નદીમાં જોડાય છે, જે સ્થળની ભૌગોલિક સ્થિતિ 20°31′51″N 074°31′58″E / 20.53083°N 74.53278°E / 20.53083; 74.53278 છે.

સંદર્ભ

[ફેરફાર કરો]
  1. GEOnet નામ સર્વર પર Mosam River (Approved), United States National Geospatial-Intelligence Agency
  2. (topographic map, scale 1:250,000) Dhulia, India, Sheet NF 43-14, Series U-502, United States Army Map Service, September 1956, http://www.lib.utexas.edu/maps/ams/india/nf-43-14.jpg