લખાણ પર જાઓ

સુનિલ દત્ત

વિકિપીડિયામાંથી
સુનિલ દત્ત
જન્મ૬ જૂન ૧૯૨૯ Edit this on Wikidata
મૃત્યુ૨૫ મે ૨૦૦૫ Edit this on Wikidata
મુંબઈ Edit this on Wikidata
વ્યવસાયરાજકારણી Edit this on Wikidata
જીવન સાથીનરગીસ Edit this on Wikidata

સુનિલ દત્ત (જન્મે બલરાજ દત્ત; ૬ જૂન ૧૯૨૯ - ૨૫ મે ૨૦૦૫) ભારતીય અભિનેતા, ફિલ્મ નિર્માતા, દિગ્દર્શક અને રાજકારણી હતા.[] તેઓ મનમોહનસિંઘની સરકારમાં (૨૦૦૪-૨૦૦૫) યુવા બાબતો અને રમતગમત પ્રધાન હતા. તેઓ મુંબઈના પૂર્વ શેરિફ હતા. તેઓ અભિનેતા સંજય દત્ત અને રાજકારણી પ્રિયા દત્તના પિતા છે.[]

૧૯૬૮માં ભારત સરકાર દ્વારા તેમને પદ્મશ્રીથી સન્માનિત કરવામાં આવ્યા હતા.[] ૧૯૮૪માં તેઓ ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ પક્ષમાં જોડાયા હતા અને મુંબઈ ઉત્તર પશ્ચિમના મતવિસ્તારમાંથી પાંચ ટર્મ માટે ભારતની સંસદમાં ચૂંટાયા હતા.[]

સંદર્ભ

[ફેરફાર કરો]
  1. "member's profile - Sunil Dutt". Loksabha. મેળવેલ 28 November 2020.
  2. "Current Lok Sabha Members Biographical Sketch". મૂળ માંથી 12 November 2007 પર સંગ્રહિત. મેળવેલ 12 July 2013.
  3. "Padma Awards | Interactive Dashboard". www.dashboard-padmaawards.gov.in (અંગ્રેજીમાં). મૂળ માંથી 11 ઑક્ટોબર 2020 પર સંગ્રહિત. મેળવેલ 14 August 2020. Check date values in: |archive-date= (મદદ)
  4. "Fourteenth Lok Sabha".