હ્યુ-એન-ત્સાંગ
હ્યુ-એન-ત્સાંગ | |
---|---|
હ્યુ-એન-ત્સાંગ | |
જન્મની વિગત | આશરે ૬૦૨ હેનોન પ્રાંત, ચીન |
મૃત્યુ | ૬૬૪ |
વ્યવસાય | વિદ્વાન, પ્રવાસી અને ભાષાંતરકાર |
હ્યુ-એન-ત્સાંગ/હ્યુ એન ત્સાંગ/હ્યુ એન સાંગ અથવા હ્યુ એન સંગ (ચાઇનીઝ 玄奘; Wade–Giles; Hsüan-tsang; c. ૬૦૨ – ૬૬૪), જન્મે ચેન હુઇ અથવા ચેન યી (ચેન ઈ), ચાઇનિઝ બૌદ્ધ સાધુ, વિદ્વાન, પ્રવાસી અને ભાષાંતરકાર હતા. તેમણે શરૂઆતી ત્સાંગ વંશ દરમિયાનના ચીન અને ભારત વચ્ચેના સંબંધોનું વર્ણન કર્યું હતું. ઇસ ૬૦૨માં તેમનો જન્મ હેનાન પ્રાંતમાં થયો હતો. બાળપણથી જ તેમણે ધાર્મિક પુસ્તકો અને પ્રાચીન સંતોના ચાઇનિઝ લખાણો વાંચવાની શરૂઆત કરી હતી.
તેઓ ફાહીઆનના ભારત પ્રવાસ વિશે જાણતા હતા અને તેમને લાગ્યું કે અપૂર્ણ અને ખોટી રીતે ભાષાંતર કરાયેલું બૌદ્ધ લખાણ ચીન પહોંચ્યું છે.
તેઓ તેમનાં ભારતનાં ૧૭ વર્ષના પ્રવાસથી ખ્યાતનામ બન્યા હતા. આ પ્રવાસનું વર્ણન ચાઇનિઝ લખાણ ગ્રેટ તાંગ રેકોર્ડ ઓન ધ વેસ્ટર્ન રિજીયનમાં લખાયું છે. આ પુસ્તક હ્યુ એન ત્સાંગના મૃત્યુની નવ સદી પછી મિંગ વંશ દરમિયાન લખાયેલ નવલકથા જર્ની ટુ ધ વેસ્ટનું પ્રેરણારૂપ બન્યું.[૧]
સંદર્ભ
[ફેરફાર કરો]નોંધ
[ફેરફાર કરો]- ↑ Cao Shibang (૨૦૦૬). "Fact vs. Fiction: From Record of the Western Regions to Journey to the West". માં Wang Chichhung (સંપાદક). Dust in the Wind: Retracing Dharma Master Xuanzang's Western Pilgrimage. પૃષ્ઠ 62. મેળવેલ ૨ ફેબ્રુઆરી ૨૦૧૪.
વધુ વાંચન
[ફેરફાર કરો]- Sen, T. (2006). The Travel Records of Chinese Pilgrims Faxian, Xuanzang, and Yijing, Education About Asia 11 (3), 24-33
- Weerawardane, Prasani (2009). Journey to the West: Dusty Roads, Stormy Seas and Transcendence, biblioasia 5 (2), 14-18
- Kahar Barat (૨૦૦૦). The Uygur-Turkic Biography of the Seventh-Century Chinese Buddhist Pilgrim Xuanzang: Ninth and Tenth Chapters. Indiana University, Research Institute for Inner Asian Studies. ISBN 978-0-933070-46-2.
બાહ્ય કડીઓ
[ફેરફાર કરો]- ગુજરાતી વિશ્વકોશમાં હ્યુ-એન-ત્સાંગ.
- Details of Xuanzang's life and works Internet Encyclopedia of Philosophy
- History of San Zang A narration of Xuan Zang's journey to India.
- "大慈恩寺三藏法师传 (全文)". મૂળ માંથી ૧૩ ફેબ્રુઆરી ૨૦૦૫ પર સંગ્રહિત. Chinese text of The Life of Hiuen-Tsiang, by Shaman (monk) Hwui Li (Hui Li) (沙门慧立)
- Verses Delineating the Eight Consciousnesses by Tripitaka Master Xuanzang of the Tang Dynasty, translation and explanation by Ronald Epstein (1986)