સાબુદાણા: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત
Idioma-bot (ચર્ચા | યોગદાન) નાનું r2.7.3) (રોબોટ ઉમેરણ: lt:Sagas (krakmolas) |
LaaknorBot (ચર્ચા | યોગદાન) નાનું r2.7.3rc2) (રોબોટ ઉમેરણ: is:Sagó |
||
લીટી ૨૪: | લીટી ૨૪: | ||
[[id:Sagu]] |
[[id:Sagu]] |
||
[[io:Saguto]] |
[[io:Saguto]] |
||
[[is:Sagó]] |
|||
[[it:Sago]] |
[[it:Sago]] |
||
[[ja:サゴヤシ]] |
[[ja:サゴヤシ]] |
૦૫:૪૫, ૩૧ જાન્યુઆરી ૨૦૧૩ સુધીનાં પુનરાવર્તન
સાબુદાણા એક ખાદ્ય પદાર્થ છે. સાબુદાણા નાના નાના મોતી જેવા દેખાવવાળા, ગોળ આકારના તેમ જ સફેદ રંગના હોય છે. રાંધ્યા પછી નરમ, હલ્કા પારદર્શી અને ગાદી જેવા પોચા થઇ જાય છે.
ઉપયોગ
ભારત દેશમાં એનો ઉપયોગ પાપડ-પાપડી, ખીર અને ખિચડી જેવી વાનગીઓ બનાવવા માટે થાય છે. ગુજરાત રાજ્યમાં સાબુદાણાની વાનગીઓનો ઉપયોગ ઉપવાસ દરમિયાન ફરાળ તરીકે કરવામાં આવે છે. સૂપ તેમજ અન્ય વાનગીઓને રબડીની જેમ ઘાટી કરવા માટે પણ સાબુદાણાનો ઉપયોગ થાય છે. આ ઉપરાંત ખાદી કે સુતરાઉ કપડાંને કડક રાખવા માટે સાબુદાણાની કાંજીનો ઉપયોગ કરવામાં આવે છે.
ઉત્પાદન
ભારત દેશમાં સાબુદાણાનું ઉત્પાદન સૌથી પહેલાં તામિલનાડુ રાજ્યમાં સેલમ ખાતે કરવામાં આવ્યું હતું. લગભગ ૧૯૪૩-૪૪માં ભારત દેશમાં સાબુદાણાનાં ઉત્પાદનની શરૂઆત કુટિર ઉદ્યોગ (લઘુ ઉદ્યોગ)ના રુપે થઇ હતી. એમાં પહેલાં ટેપિયોકા (tapioca)નાં મૂળિયાંને મસળીને એના ગરને અલગ કરી, જામી જાય (સુકાઈ જાય) ત્યાં સુધી રાખવામાં આવતું હતું. પછી એની નાની નાની ગોળીઓ બનાવી શેકવામાં આવતી હતી. ટેપિયોકાના ઉત્પાદનમાં ભારત દેશ અગ્રીમ હરોળમાં સ્થાન ધરાવે છે. સાબુદાણાનું ઉત્પાદન કરતા લગભગ ૭૦૦ એકમો સેલમ, તમિલનાડુ ખાતે કાર્યરત છે. સાબુદાણામાં મુખ્યત્વે કાર્બોદિત પદાર્થ હોય છે, અને એમાં થોડી માત્રામાં કેલ્શીયમ તેમ જ વિટામીનો પણ હોય છે.