વર્ધા નદી
Appearance
વર્ધા નદી ( મરાઠી: वर्धा, તેલુગુ: వార్ధా నది) એ ભારત દેશના મધ્ય ભાગમાં આવેલા વિદર્ભ પ્રદેશની સૌથી મોટી અને મહત્વની નદી છે. આ નદી મધ્ય પ્રદેશ રાજ્યના મધ્યમાં આવેલી સાતપુડ઼ા પર્વતમાળામાંથી નીકળી નાગપુર નગરથી ૭૦ માઇલ ઉત્તર-પશ્ચિમ દિશામાંથી નિકળે છે. મુખ્યત્વે દક્ષિણ-પૂર્વ દિશામાં આ નદી મહારાષ્ટ્ર રાજ્યમાંથી પસાર થઇને મહારાષ્ટ્ર તથા આંધ્ર પ્રદેશ સીમા પર, ચાંદા જિલ્લા (મહારાષ્ટ્ર રાજ્ય)માં આવેલા સિવની સ્થાન પર, વેનગંગા નદી સાથે મળી જાય છે. આ બંન્ને નદીઓના સંગમ પછી નદીનું નામ પ્રાણહિતા નદી થઇ જાય છે, કે જે ગોદાવરી નદીની સહાયક નદી છે. વર્ધા નદીની મુખ્ય સહાયક નદી પેનગંગા નદી છે. આ નદી એક કપાસ ઉત્પાદક ક્ષેત્રના મધ્ય ભાગમાંથી વહે છે. વર્ધા નદીની કુલ લંબાઈ ૨૯૦ માઇલ જેટલી છે.
આ નાનો લેખ છે. તમે તેને વિસ્તૃત કરીને વિકિપીડિયાને મદદ કરી શકો છો. |